રાપર ખાતે મહિલાઓ મળી રહે તે માટે NRLM યોજના અંતર્ગત કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો

 રાપર ખાતે મહિલાઓ મળી રહે તે માટે NRLM યોજના અંતર્ગત કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો 

રાપર તાલુકા ના ગ્રામ્ય કક્ષાની મહિલાઓને આજીવિકામાં વધારો મળી રહે તે હેતુથી રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે ABP બ્લૉક અંતર્ગત કેશ ક્રેડીટ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ.

રાપર તાલુકામાં તાલુકા પંચાયત કચેરી મુકામે સખી મંડળના બહેનોને મહાનુભવોના હસ્તે  સેંકશન લેટર આપવામાં આવેલ તથા બહેનો કઈ રીતે પગભર થઈ શકે તેના માટે સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવેલ.

આજના કાર્યક્રમ માં તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધ  કૌશિકભાઈ બગડા, ઉપપ્રમુખ ભાવેશભાઈ પટેલ, કારોબારી ચેરમેન  જયદિપસિંહ જાડેજા, માજી તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા ડોલરરાય ગોર,વિનુભાઈ થાનકી, આઇદાન ગઢવી વગેરે કાર્યક્રમ ને સફળ બનાવવામાં હાજરી આપેલ તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આઈ.આર.ડી.પી.ના એ.ટી.ડી.ઓ  ભુપતદાન ગઢવી  દ્વારા કરવામાં આવેલ તથા સમગ્ર વ્યવસ્થા  સ્મિતાબેન પ્રજાપતિ દ્વારા સંભાળેલ તેમજ સ્ટાફ હાજર રહી વ્યવસ્થા સંભળેલ.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain