આંગડિયા પેઢી પાસે રેકી કરી લૂંટતાઃIIM બ્રીજ અને લૉ ગાર્ડન પાસે બનેલી લૂંટમાં સંડોવાયેલી યુવતીની ધરપકડ
અમદાવાદના IIM વિસ્તારમાં થયેલી 25 લાખની લૂંટના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. લૂંટના ગુનામાં પોલીસે એક મહિલાની ધરપકડ કરી છે. આ મહિલા ડોક્ટરના વેશમાં ફરતી હતી. મહિલા આરોપી પાસેથી દસ લાખની રોકડ પણ મળી આવી છે.
અમદાવાદ પોલીસે ખોખરા ભાઈપુરા વિસ્તારની રહેવાસી અને મૂળ સરદારનગરના છારાનગરની રેખા માળી નામની મહિલાને IIM પાસે લૂંટના ગુનામાં ઝડપી છે. આ મહિલાએ તેના સાગરિત નકુલ તમંચે સાથે મળી શહેરના અલગ અલગ વિસ્તારમાં બે લૂંટને અંજામ આપ્યો હોવાનું પણ બહાર આવ્યું છે. એલિસ બ્રિજ વિસ્તારમાં થયેલી સાડા 3 લાખની લૂંટ અને ગુજરાત યુનિવર્સિટી નજીક IIM બ્રિજ પાસે 25 લાખની લૂંટને પણ અંજામ અપાયો હોવાનું બહાર આવ્યું છે. જોકે નકુલ તમંચે હજુ ફરાર છે.
આ મહિલા આંગડિયા પેઢીની બહાર વોચ રાખતી હતી અને જેવો કોઈ વ્યક્તિ જે તેમની રેકીમાં નક્કી થયો હોય તે બહાર આવે કે તરત તેની પાસેથી લૂંટ કરતા હતા. જોકે રેખાની પુછપરછમાં એ પણ વાત જાણવા મળી હતી કે નકુલ અન્ય આઠ પોલીસ સ્ટેશનના ગુનાઓમાં સંડોવાયેલો છે. આ શખ્સો કોઈપણ રીતે આંગડિયાના વ્યક્તિને ઢોંગ કરી કે વાતોમાં રાખતી અને તેનો સાથી રોકડા સરકાવી લેતો હતો
Post a Comment