મુખ્ય શિક્ષક(HTAT) શૈક્ષિક મહાસંઘ-કચ્છની નુતન કારોબારીની રચના કરવામાં આવી

 મુખ્ય શિક્ષક(HTAT) શૈક્ષિક મહાસંઘ-કચ્છની નુતન કારોબારીની રચના કરવામાં આવી.

મુખ્ય શિક્ષક(HTAT) શૈક્ષિક મહાસંઘ ગુજરાત એ મુખ્ય શિક્ષકોના હિત માટે કાર્ય કરતું  સંગઠન છે. જેના ધટક  કચ્છ જિલ્લા નૂતન કારોબારીની રચના મુખ્ય શિક્ષક (HTAT) શૈક્ષિક મહાસંઘ  ગુજરાત રાજ્ય અધ્યક્ષ નાથુભાઈ ગોયાની અધ્યક્ષતા માં  રચના કરવામાં આવી. 

કચ્છ જિલ્લાના મુખ્ય શિક્ષકોની ઓનલાઈન બેઠકની શરૂઆત પ્રાથમિક સંવર્ગ મહિલા સહ મંત્રી ડો. કૈલાસબેન કાંઠેચાએ સરસ્વતી વંદના દ્વારા કરી હતી.રાજય કારોબારી સદસ્ય ભરતભાઇ ભુરિયાએ બેઠકની કાર્યસૂચિ જણાવી બેઠકમાં ઉપસ્થિત સૌને આવકાર્યા હતા.રાજય સંગઠન મંત્રી અંકુરભાઈ દેસાઈએ એચ.ટાટ સંગઠન દ્વારા રાજય કક્ષાએ થયેલ પ્રયત્નો અને કામગીરીની સંક્ષિપ્ત રજુઆત કરી હતી.રાજય અધ્યક્ષ દ્વારા આગામી સમયમાં મુખ્ય શિક્ષકોના  બદલી સહિતના તમામ પ્રશ્નો સંગઠન ઉકેલશે તેવી ખાતરી આપી હતી. આ તકે પ્રાથમિક સંવર્ગ રાજય કોશઅધ્યક્ષ અને મુખ્ય શિક્ષક ચિરાગભાઈ પટેલે પ્રસંગોચિત રજુઆત કરી હતી.ત્યારબાદ પ્રાથમિક સંવર્ગ કચ્છ જિલ્લા અધ્યક્ષ રામસંગજી જાડેજા દ્વારા સર્વાનુમતે નક્કી થયેલ નામોની ઘોષણા કરવામાં આવી હતી.

અધ્યક્ષ : ભરતભાઈ ભુરીયા(ભચાઉ)

વરિષ્ઠ ઉપાધ્યક્ષ : વસંતગીરી ગોસ્વામી(માંડવી)

મહામંત્રી : અમરાભાઈ રબારી (અંજાર નગર) 

સંગઠન મંત્રી: નારણભાઈ ગઢવી (મુન્દ્રા)

ઉપાધ્યક્ષશ્રીઓ:-પ્રહલાદભાઈ ગલચર(ગાંધીધામ)

નારણભાઈ ગોયલ(મુન્દ્રા)

નાથાલાલ ચૌધરી(રાપર)

મહિલા ઉપાધ્યક્ષ:-રંજનબેન સંજોટ(અબડાસા)

સહ સંગઠન મંત્રી:-પ્રકાશભાઈ પાટીલ(ભચાઉ)

સહમંત્રી:-નટવરભાઈ ચૌધરી(ગાંધીધામ)

કાર્યાલય મંત્રી:-કરશનભાઈ ભરવાડીયા(ભુજ)

પ્રચાર પ્રસાર મંત્રી - નરશીભાઈ ડાંગર(અંજાર)

આંતરિક ઓડિટર:-રોહિતભાઈ રાજગોર(અંજાર)

મહિલા મંત્રી - શિલ્પાબેન શાહ(અંજાર)


કારોબારી સભ્યશ્રીઓ -

જીતેન્દ્રભાઈ ભટ્ટ(રાપર)

 જીતુભાઈ વણકર(ભચાઉ )

ભરતભાઈ જેટ (માંડવી)

કેતનભાઈ પટેલ (અંજાર)

રાજેશભાઈ સોતા (અંજાર નગર)

કાળિદાસભાઈ વણકર(અંજાર)


પ્રાથમિક સંવર્ગ જિલ્લા પ્રચાર પ્રમુખ મહેશભાઈ દેસાઈએ કલ્યાણ મંત્ર દ્વારા આભારવિધી કરી હતી. સમગ્ર ઓનલાઈન બેઠકનું સંચાલન પ્રાથમિક સંવર્ગ મહામંત્રી રમેશભાઈ ગાગલ એ કયુઁ હતુ.પ્રાથમિક સંવર્ગના તમામ તાલુકાનાં અધ્યક્ષશ્રીઓ અને મંત્રીશ્રીઓ આ બેઠકમાં જોડાયા હતાં.બેઠકના અંતે રાજય અને જિલ્લાના તમામ સંવર્ગોના હોદેદારો દ્વારા નવનિયુક્ત કારોબારીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ મહેશભાઈ દેસાઈની યાદીમાં જણાવાયું છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain