કિડાણા ગામની કુખ્યાત ગુન્હેગારોની ટોળકી વિરુધ્ધ ધી ગુજરાત કન્ટ્રોલ ઓફટે૨ીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (G.C.T.O.C.) એક્ટ હેઠળ કાર્યવાહી કરતી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ

 કિડાણા ગામની કુખ્યાત ગુન્હેગારોની ટોળકી વિરુધ્ધ ધી ગુજરાત કન્ટ્રોલ ઓફટે૨ીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (G.C.T.O.C.) એક્ટ હેઠળ કાર્યવાહી કરતી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી વિકાસ સહાય સાહેબ દ્વારા મિલકત સબંધી એક કરતા વધારે ગુન્હામાં પકડાયેલ આરોપીઓ ઉ૫૨ સતત વોચ રાખવા માટે રાજયનાં તમામ પોલીસ સ્ટેશનોમાં સુચના આપવામાં આવેલ અને આવા આરોપીઓ પકડાયેથી તેઓ તમામનો ગુનાહીત ભુતકાળ રેકર્ડ ઉપરથી ચેક કરી ઈન્ડીયન પીનલ કોડ ઉપ૨ાંત ગુજરાત સ૨કા૨શ્રી હ્રારા સમયાંતરે અલગ-અલગ કાયદા બનાવવામાં આવેલ હોય જે મુજબ આવા આરોપીઓ વિરૂધ્ધ અસ૨કા૨ક કાર્યવાહી કરવા જે સુચના કરેલ હોય જે અંતર્ગત પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાણમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ દ્વારા મિલકત સબંધી તથા શરીર સબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા આ પ્રકા૨ના વણશોધાયેલ ગુન્હા શોધી કાઢવા તથા આવી ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઇસમો ઉ૫૨ જરૂરી કાયદાકીય પગલા લઈ કાયદેસ૨ની કાર્યવાહી કરવા સુચના મળેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.પી.ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજારનાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ ગાંધીધામ બી ડીવીઝન પો.સ્ટે. વિસ્તારમાં ગુનાહિત ઈતીહાસ ધરાવતા ઇસમો કે જે ગુનાહિત ટોળકી બનાવી એકબીજા સાથે મેળાપીપણુ ક૨ી સંગઠીત ગુના આચરતી ટોળકી (“Organized crime syndicate") ના સાગરીતો એકબીજા સાથે મળી સંગઠીત થઈ ગુના કરનાર ટોળકી બનાવી પોતાની રીતે અથવા ઉપરોકત ટોળકીના સાગરીતો સાથે મળી ગાંધીધામ શહેર,અંજાર, આદિપુર વિસ્તારની અંદર પોતાનુ નેટવર્ક ઉભુ કરી નીચે મુજબની ટોળકી દ્વારા ઘરફોડ ચોરી, કિંમતી મુદ્દામાલની ચોરી, ઇજા, લુંટ, ધાડ, ખુનની કોશીષ, સરકારી કર્મચારીઓની ફરજમાં રૂકાવટ, જીવલેણ હુમલો તેમજ સરકારી મિલકતને નુકશાન કરનાર સંગઠીત ગુના આચરતી ટોળકી હોય “Organised crime syndicate" બનાવી ગુના આચરવામાં આવેલ હોવાની હકીકત તપાસ દરમ્યાન જણાઈ આવેલ હતી. -

જે બાબતે પોલીસ સ્ટેશનનાં રેકર્ડ ઉપરથી મજકુર છ આરોપીઓ વિરૂધ્ધ નોંધાયેલ ગુનાઓ બાબતે પુરતા પુરાવા એકત્ર કરી મજકુર છ આરોપીઓ વિરૂધ્ધ ધી ગુજરાત કંટ્રોલ ટે૨૨ીઝમ એન્ડ ઓર્ગેનાઇઝેશન ક્રાઇમ એક્ટ-૨૦૧૫ મુજબ કાર્યવાહી કરવા જરૂરી સુચના તથા માર્ગદર્શન મળેલ હોય જેથી છ આરોપીઓ વિરૂધ્ધ ગાંધીધામ બી ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૯૯૩૦૦૭૨૩૧૦૮૧/૨૩ ધી ગુજરાત કંટ્રોલ ટે૨૨ીઝમ એન્ડ ઓર્ગેનાઇઝેશન ક્રાઇમ એક્ટ-૨૦૧૫ ની કલમ -૩(૧) ની પેટા કલમ (૨) તથા કલમ- ૩(૨) તથા કલમ -૩(૪) મુજબની અલગ અલગ કલમો અંતર્ગત કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપીઓનાં નામ- (૧) અકરમ ઇસ્માઇલ ચાવડા રહે. કિડાણા તા.ગાંધીધામ (૨) ઇસ્માઇલ ઇબ્રાહીમ ચાવડા રહે. કિડાણા તા.ગાંધીધામ (૩) અબ્દુલગની ઉર્ફે ગનીડો ઇસ્માઇલ ચાવડા ૨હે. કિડાણા તા.ગાંધીધામ (૪) કાસમ ઉર્ફે કાસુડો ઇસ્માઇલ ચાવડા રહે. કિડાણા તા.ગાંધીધામ (૫) જુમા આમદ રોહા રહે. કિડાણા તા.ગાંધીધામ (૬) ઉમર ઉર્ફે ભુરો કાસમ ચાવડા રહે. ડિડાણા તા.ગાંધીધામ

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ (૧) અકરમ ઇસ્માઇલ ચાવડા રહે. કિડાણા તા.ગાંધીધામ – ૮ ગુના નોંધાયેલ છે. (૨) ઇસ્માઇલ ઇબ્રાહીમ ચાવડા રહે. કિડાણા તા.ગાંધીધામ- ૨ ગુના નોંધાયેલ છે (૩) અબ્દુલગની ઇસ્માઇલ ચાવડા ૨હે. કિડાણા તા.ગાંધીધામ – ૧૩ ગુના નોંધાયેલ છે.(૪) કાસમ ઇસ્માઇલ ચાવડા રહે. કિડાણા તા.ગાંધીધામ – ૫ ગુના નોંધાયેલ છે (૫) જુમા આમદ રોહા રહે. કિડાણા તા. ગાંધીધામ – ૪ ગુના નોંધાયેલ છે (૬) ઉમર કાસમ ચાવડા રહે. કિડાણા તા. ગાંધીધામ – ૫ ગુના નોંધાયેલ છે 

ઉપરોકત આરોપીઓ પૈકી નીચે મુજબના ત્રણ આરોપી હાલે જેલમાં છે.  (૧)અક૨મ ઈસ્માઈલ ચાવડા વાળો આદિપુર પો.સ્ટે. પાર્ટ એ ગુ.૨.નં. ૧૨૦/૨૩ ઇ.પી.કો.ક. ૩૯૪,૩૯૭,૩૪ વિગેરે ગુના કામે જેલમાં છે. (૨) કાસમ ઉર્ફે કાસુડો ઈસ્માઈલ ચાવડા વાળો ગાંધીધામ બી ડીવી. પો.સ્ટે. પાર્ટ એ ગુ.૨.નં. ૦૩૨૯/૨૩ ઇ.પી.કો.ક. ૩૬૫,૩૯૪,૩૯૭,૫૦૬(૨) વિગેરે ગુના કામે જેલમાં છે. (3) જુમા આમદ રોહા વાળો ગાંધીધામ બી ડીવી. પો.સ્ટે. પાર્ટ એ ગુ.૨.નં. ૦૩૨૯/૨૩ ઇ.પી.કો.ક. ૩૬૫,૩૯૪,૩૯૭,૫૦૬(૨) વિગેરે ગુના કામે જેલમાં છે.

ઉપરોકત કામગી૨ી શ્રી એમ.પી.ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ અંજાર તથા શ્રી એમ.એમ.જાડેજા પોલીસ ઇન્સપેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા શ્રી એમ.ડી.ચૌધરી પોલીસ ઇન્સપેકટર ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશન તથા શ્રી ડી.એલ.ખાચર રીડર પોલીસ સબ ઈન્સપેકટર તથા ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સટેબલ ભરતસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સટેબલ રાજેન્દ્રકુમાર પરમાર તથા પોલીસ હેડ કોન્સટેબલ પ્રવિણસિંહ જાડેજા તથા બી ડીવીઝન સર્વેલન્સ સ્ટાફના અન્ય પોલીસ કર્મચારીઓ દ્વારા સાથે રહી કરવામાં આવેલ છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain