સજેશન બોક્ષમાં મળેલ સુચન આધારે ગેરકાયદેસર હથિયા૨ (બંદુક) નંગ- ૦૨ શોધી કાઢતી ભચાઉ પોલીસ

સજેશન બોક્ષમાં મળેલ સુચન આધારે ગેરકાયદેસર હથિયા૨ (બંદુક) નંગ- ૦૨ શોધી કાઢતી ભચાઉ પોલીસ

મે.પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા બોર્ડર રેન્જ કચ્છ ભુજ તથા સાગર બાગમાર પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓ દ્વારા જીલ્લામાં SAFE KUTCH EAST CAMPAIGN અંતર્ગત દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓ.પી/બીટ વાઈઝ વધુ ભીડભાડ વાળા અને વધુ અવર જવર વાળા વિસ્તારમાં નાગ૨ીકો સરળતાથી જોઇ શકે એ ૨ીતે સજેશન બોક્ષ મુકવા સુચના અને માર્ગદર્શન આપેલ જે અનુસંધાને ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ટાઉનમાં આવેલ મહારાણા પ્રતાપ ચોકમાં, આમરડી ગામમાં, વોંધ ગામમાં તેમજ ચોબારી ઓ.પી ના ખારોઇ ગામના ત્રણ રસ્તા પર સજેશન બોક્ષ મુકવામાં આવેલ અને ગઇ કાલ તા.૨૯/૦૯/૨૦૨૩ ના રોજ ખારોઇ ગામના ત્રણ રસ્તા પર મુકેલ સજેશન બોક્ષ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એસ.જી.ખાંભલા નાઓ દ્વારા ખોલવામાં આવેલ અને તેમાં એક જાગ્રુત નાગરીક દ્વા૨ા લખેલ એક ચીઠી મળી આવેલ જે ખોલી વાંચી જોતાં તેમાં રમેશ વેલા રહે માય તા ભચાઉ વાળો દેશી દારૂનો ધંધો કરે છે.અને તેની પાસે બંદુક રાખે છે.તેવું સજેશન મળતાં આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે પો.સ.ઈ શ્રી ડી.જે.ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફના માણસોને સુચના આપેલ જે આધારે રમેશ વેલા કોલી ૨હે માય તા ભચાઉ વાળાના ઘરે જઈ ઝડતી તપાસ કરતાં પોતાના કબ્જાના રહેણાંક મકાનમાંથી દેશીદારૂ લીટ૨ ૧૦/- તેમજ ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ ૭૨ તેમજ દેશીદારૂ બનાવવાનો આથો લીટર ૨૦૦/- મળી આવેલ અને સદર હું જગ્યાની ઝીણવટપુર્વક તપાસ કરતાં બાથરૂમ પાસેની જમીન શંકાસ્પદ લાગતાં જમીનમા ખાડો ખોદી ચેક કરતાં ખાડામાંથી દેશીહાથ બનાવટની નાળ વાળી બંદુક નંગ ૦૨ મળી આવતાં પકડાયેલ આરોપી વિરૂધ્ધ પ્રોહીબીશન ધારા કલમ ૬૫(એ)(એ) ( એફ) ૧૧૬(બી) ૮૧ મુજબ તથા આર્મ એક્ટ કલમ ૨૫(૧-બી)(એ) તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ ધોરણસર કાર્યવાહી કરેલ.

પકડાયેલ આરોપી :- (૧) રમેશ વેલા કોલી ઉ.વ ૨૮ ૨હે. માય તા.ભચાઉ

કબ્જે કરેલ મુદામાલ :- (૧) દેશી હાથબનાવટની નાળ વાળી બંદુક નંગ-૦૨ જે ડી.રૂ ૬૦૦૦/- કુલે કી.રૂ. ૬૦૦૦/-

આ કામગીરી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એસ.જી.ખાંભલા તથા પી.એસ.આઈ ડી.જે.ઝાલા તથા ભચાઉ સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain