સ્વચ્છતા હી સેવા : 'એક તારીખ, એક કલાક' કચ્છ જિલ્લામાં ૧ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ સવારે ૧૦ વાગ્યાથી એક કલાક માટે મહાશ્રમદાન પ્રવૃત્તિઓનું આયોજન કરાશે

સ્વચ્છતા હી સેવા : 'એક તારીખ, એક કલાક' કચ્છ જિલ્લામાં ૧ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ સવારે ૧૦ વાગ્યાથી એક કલાક માટે મહાશ્રમદાન પ્રવૃત્તિઓનું આયોજન કરાશે

ભુજ, મંગળવારઃ 'સ્વચ્છતા હી સેવા' માસની ઉજવણી અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૧ ઓક્ટોબર, ૨૦૨૩ના દિવસે દેશના તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જન-પ્રતિનિધિઓની આગેવાની હેઠળ 'એક તારીખ, એક કલાક' સૂત્ર સાથે મહાશ્રમદાન પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ કચ્છના તમામ દસ  તાલુકામાં  સ્વચ્છતા હી સેવાના  વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. કચ્છ જિલ્લાના તમામ ગામડાઓમાં ગાર્બેજ ફ્રી ઇન્ડિયાની થીમ સાથે ગામો  કચરા મુક્ત બને તે માટે ૧ ઓક્ટોબરે સવારે ૧૦.૦૦ કલાકે મહાશ્રમદાન  કાર્યક્રમ યોજવામાં આવશે.

'એક તારીખ, એક કલાક' અન્વયે મહાશ્રમદાન પ્રવૃત્તિઓનું સમગ્ર આયોજન જિલ્લાના આરોગ્ય કેન્દ્રો/આંગણવાડીઓ/શાળાઓ/વિવિધ કચેરીઓના પ્રાંગણ અને આજુબાજુના વિસ્તારો, પ્રવાસન સ્થળો, ગૌશાળાઓ, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થળો સહિતની જગ્યાઓએ કરાશે. સ્વચ્છતા અભિયાનના હેતુથી શ્રમદાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દરેક ગામમાં ઓછામાં ઓછી એક શ્રમદાન ગતિવિધિનું આયોજન કરાશે. સંપૂર્ણ શ્રમદાન 'સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી' અને 'ઝીરો વેસ્ટ'ને પ્રોત્સાહન મળે તે પ્રકારનું રહેશે. એકત્રિત થયેલા કચરાના યોગ્ય નિકાલની જગ્યાએ લઈ જવા માટે નોડલ ઓફિસરશ્રીઓ તેમજ કંટ્રોલરૂમની વ્યવસ્થા કરવામાં આવશે. 

આ ભગીરથ કાર્યમાં સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા અને તાલુકા પંચાયતોના પ્રમુખશ્રીઓ અને સભ્યો, સરપંચશ્રીઓ, ગ્રામ પંચાયતનાં સભ્યો તેમજ જિલ્લા/તાલુકાના ઉચ્ચ અધિકારીશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. આ સ્વચ્છતા માટેના ઉમદા મહાશ્રમદાન પ્રવૃત્તિઓમાં તમામ કચ્છવાસીઓ સહભાગી બને તેવો જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભુજ, કચ્છ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. 


0/Post a Comment/Comments

Stay Conneted

Domain