મુન્દ્રાના કૂકડસરમાં ગૌચરમાં ચાલતા ખનન પર ગ્રામજનોની રેડ, ખાણ ખનિજ અને મરીન પોલીસે વાહનો જપ્ત કર્યા

મુન્દ્રાના કૂકડસરમાં ગૌચરમાં ચાલતા ખનન પર ગ્રામજનોની રેડ, ખાણ ખનિજ અને મરીન પોલીસે વાહનો જપ્ત કર્યા

એક એક્સેવેટર મશીન, એક જે.સી.બી.. અને સાદી માટી ભરેલા છ ડમ્પર મળી કુલ રૂ. દોઢ કરોડની મશીનરી સીઝ કરી

મશીનરીઓ મુન્દ્રા મરીન પોલીસની કસ્ટડીમાં સોંપવામાં આવી.

પશ્ચિમ કચ્છના મુન્દ્રા તાલુકાના કુકડસર ગામની ગૌચર જમીનમાં ગેરકાયદે ખનન પ્રવુતિ ચાલતી હોવાની ફરિયાદ બાદ સ્થાનિક લોકોએ જનતા રેડ કરી પૂર્વ કચ્છ ખાણ ખનિજ વિભાગને જાણ કરી હતી. જેમાં કુકડસાર ગામની સીમમાં ગૌચર જમીનમાંથી ચીકણી માટીના ખનન કાર્યમાં રોકાયેલા આઠ જેટલા વાહનો ભૂસ્તર વિભાગ દ્વારા જપ્ત કરી મુન્દ્રા મરીન પોલીસના હવાલે કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. ઘટનામાં સામેલ ખનિજ માફીયાઓ સામે કાયદેસરની કાર્યવાહી માટેની તજવીજ ચાલી રહી છે. જોકે ગત રાત્રે પડેલા દરોડાની ફરિયાદ આજ રાત્રિ સુધી નોંધાઈ નથી જેને લઇ લોકોમાં તર્ક વિતર્ક ફેલાયા છે.

આ વિશે અંજાર ખાન ખનિજ વિભાગના અધિકાર વાળાનો સંપર્ક કરતા તેમણે ઘટનાને સમર્થન આપતા જણાવ્યું હતું કે સ્ટાફ દ્વારા ગત મોડી રાત્રે કુકડસર ગામની હદમાંથી ખનન કાર્ય અંતર્ગત વાહનો કબ્જે લેવાયા છે, જેની કામગીરી આજ સવાર સુધી ચાલી હતી. રાત્રિ દરમિયાન ચાલેલી કામગીરી બાદ સ્ટાફના લોકો આરામમાં હોવાથી ફરિયાદની કામગીરી શરૂ થઈ શકી નથી મુન્દ્રા તાલુકાનો કુકડસર ગામની સીમમાં માટીનું ગેરકાયદેખનન અને વાહન કરવામાં આવી રહ્યું હોવાની હકીકત પરથી પૂર્વ કચ્છ ખાણ ખનિજ કચેરીના . ભૂસ્તરશાસ્ત્રીના નેજા હેઠળ તપાસણી હાથ ધરાતાં દોઢ કરોડની કિંમતની મશીનરીઓ સ્થળ પરથી સીઝ કરી

દરમિયાન સ્થાનિકના લક્ષ્મણ રબારી ના જણાવ્યા મુજબ કુકળસર ગામની ગૌચર જમીનમાં ખનિજ માફીયાઓ દ્વારા ગેરકાયદે માટી ખનન પ્રવુતિ ચાલતી હોવાની ફરિયાદ બાદ આજે લોકોએ જતે વાહનો અટકાવી તંત્રને જાણ કરી હતી. એક એક્સેવેટર મશીન, એક જે.સી.બી.. અને સાદી માટી ભરેલા છ ડમ્પર મળી કુલ રૂ. દોઢ કરોડની મશીનરી સીઝ કરી હતી. આ ગેરકાયદેસર ખનનની કામગીરીમાં ગામના લોકોએ મદદગારી કરી હોવાની બાબતો પણ પ્રકાશમાં આવવા પામી હતી. આ દરમ્યાનમાં ખાણ ખનિજ વિભાગે સીઝ કરેલ તમામ મશીનરીઓ મુન્દ્રા મરીન પોલીસની કસ્ટડીમાં સોંપવામાં આવી હતી - રીપોર્ટ બાય - મહેશ રાજગોર ભચાઉ


0/Post a Comment/Comments

Stay Conneted

Domain