ગાગોદર પોલીસ દ્વારા ચિત્રોડ ખાતે દાતાઓ ના સહયોગ થી કેમેરા સજ્જ થશે

 ગાગોદર પોલીસ દ્વારા ચિત્રોડ ખાતે દાતાઓ ના સહયોગ થી કેમેરા સજ્જ થશે

રાપર વાગડ વિસ્તારના રાપર તાલુકામાં આવેલ મુખ્ય ગામો ત્રીજી આંખ સમાન સીસીટીવી કેમેરા લગાવવા માટે રાજ્ય ના ડીજીપી ના આહવાન અંગે અને પૂર્વ કચ્છ પોલીસ વિભાગમાં લગભગ તમામ ગામોમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે બોર્ડર રેન્જ આઈજી જે.આર.મોથલીયા તથા પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમર ની સુચના થી અને ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાબડા ના માર્ગદર્શન હેઠળ ગાગોદર પીએસઆઇ ડી.આર.ગઢવી એ આજે ચિત્રોડ ખાતે ગામ લોકો સાથે એક બેઠક યોજી હતી જેમાં એએસઆઇ હિમતભાઈ વસાવા રામદેવસિંહ જાડેજા .કેતન પ્રજાપતિ સહિત ના ચિત્રોડ ઓપી ના પોલીસ કર્મચારીઓ એ ગામ લોકો સાથે બેઠક યોજી હતી 

જેમાં ગામ માં કેમેરા લગાવવા માટે સામતભાઈ ખોડ ..બે કેમેરા ધનજીભાઈ બેચરાભાઈ રાવરીયા બે કેમેરા કુલદીપ સિંહ જાડેજા બે કેમેરા દેવા ભાઈ કોળી એક કેમેરા વસંતભાઈ પ્રજાપતિ એક કેમેરો સહયોગ થી મળ્યા હતા જે મુખ્ય માર્ગો તથા મુખ્ય બજારમાં લગાવવામાં આવશે હજુ પણ વધુ કેમેરા લગાવવા માટે લોકો નો સહયોગ મેળવી લગાવવામાં આવશે આ અંગે પીએસઆઇ ગઢવી એ જણાવ્યું હતું કે ગાગોદર પોલીસ સ્ટેશનમાં આવતા તમામ ગામોમાં લોકો ના સહયોગ થી સીસીટીવી કેમેરા લગાવવા મા આવશે લોકો ને આ ત્રીજી આંખ નું મહત્વ સમજાવ્યું હતું અને ગામ માં કોઇ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ બને તો આરોપીઓ પકડાઈ જાય આજે ચિત્રોડ ખાતે યોજાયેલ બેઠકમાં ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

0/Post a Comment/Comments

Stay Conneted

Domain