રાપર ના ગાગોદર પોલીસ દ્વારા હાઇવે પર ચેકીંગ હાથ ધર્યું

 રાપર ના ગાગોદર પોલીસ દ્વારા હાઇવે પર ચેકીંગ હાથ ધર્યું

રાપર આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા કચ્છ જિલ્લા ના પ્રવેશ  આડેસર થી થાય છે ઉતર ભારત ના અનેક રાજ્યોમાં થી અનેક વાહનો કચ્છ ના કંડલા ગાંધીધામ મુન્દ્રા અને લખપત તાલુકામાં માલસામાન માટે આવજાવ કરી રહ્યા છે ત્યારે આડેસર પોલીસ દ્રારા અને સામખીયારી પોલીસ દ્વારા આડેસર ચેક પોસ્ટ અને સુરજબારી ચેક પોસ્ટ પર ચેકીંગ હાથ ધરવામાં આવે છે ત્યારે આડેસર અને લાકડીયા સામખીયારી અને રાપર પોલીસ ની હદ ધરાવતા ગાગોદર પોલીસ ની હદમાં નેશનલ હાઈવે પસાર થાય છે 


આ નેશનલ હાઈવે પર થી પસાર થતા શંકાસ્પદ વાહનો નું ચેકીંગ બોર્ડર રેન્જ આઈજી જે.આર.મોથલીયા તથા પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમર ની સુચના થી ગાગોદર પીએસઆઇ ડી.આર.ગઢવી તથા પોલીસ સ્ટાફ દ્વારા ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાબડા ની આગેવાની મા ગાગોદર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં થી પસાર થઈ રહેલા નેશનલ હાઈવે તથા પોલીસ મથક હેઠળના ગામો મા નાઈટ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં શંકાસ્પદ વાહનોની તથા શંકાસ્પદ શખ્સો નું ચેકીંગ હાથ ધર્યું હતું

0/Post a Comment/Comments

Stay Conneted

Domain