રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘે સરકાર ને જગાડવા કાર્યક્રમ યોજાયો

 રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘે સરકાર ને જગાડવા કાર્યક્રમ યોજાયો 

જૂની પેંશન યોજના માટેની લડત અંતર્ગત રાજ્ય શિક્ષક સંઘ દ્રારા તાલુકા કક્ષાએ શાંતિપૂર્ણ ધારણા પ્રદર્શન કરવા માટેનું આયોજન કરેલ છે. રાપર તાલુકાનો કાર્યક્રમ આજે સાંજે  ગાર્ડન (નગાસર તળાવ પાસે રાખેલ  જેમાં રાપર તાલુકાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ નું આયોજન રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક  સંઘ દ્રારા કરવામાં આવ્યું હતું જેમાં થાળી વગાડી અને મીણબતી સળગાવી સરકાર નો વિરોધ કર્યો હતો 

સરકાર જગાડો કાન ઉગાડો અંતરગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં જૂની પેન્શન યોજના -2005 ઠરાવના અમલીકરણ અને ત્યાર પછીના કર્મચારી માટે 10% ફાળો ના બદલે 14% ફાળો કરવાના તથા અન્ય પડતર પ્રશ્નો ના નિરાકરણ ના પરિપત્રો આજ દિવસ સુધી થયેલ નથી તે  થાળી વગાડી અને મીણબત્તી પ્રગટાવી ઊંઘતી સરકારને જગાડવાનો કાર્યક્રમ કર્યો જેમાં મોટી સંખ્યા મા શિક્ષકો હજાર રહિયા હતા આવનાર દિવસોમાં સોમનાથ થી દિલ્હી ખાતે તમામ શિક્ષકો વિરોધ કરવા પહોંચશે તેવું જણાવ્યું હતું 

શિક્ષકો એ  આહવાન કર્યું હતું કે અમને અમારા હક આપો અમને અમારા હક આપવાજ પડશે તેવું શિક્ષકો એ જણાવ્યું હતું આજે યોજાયેલ કાર્યક્રમમાં રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ અરજણભાઈ ડાંગર અને મહામંત્રી મહાદેવ ભાઈ કાગ ના માર્ગદર્શન હેઠળ વિપુલભાઈ પટેલ..સૂર્યશંકર ગોર જેસંગભાઈ પરમાર.. મેહુલભાઈ પટેલ.. જીગ્નેશ પટેલ પ્રકાશ ઠાકોર અશોકભાઈ ચૌધરી ..હરેશ પરમાર મેહુલ પટેલ તથા મહિલા શિક્ષિકાઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા

0/Post a Comment/Comments

Stay Conneted

Domain