આડેસર પોલીસે એસપીસી ના વિધાર્થીઓ નો પ્રવાસ યોજયો

 આડેસર પોલીસે એસપીસી ના વિધાર્થીઓ નો પ્રવાસ યોજયો

રાપર વાગડ વિસ્તારમાં પોલીસ અને પ્રજા વચ્ચે સંતુલન જાળવી રાખવા માટે પોલીસ વિભાગ દ્વારા અવારનવાર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવે છે ત્યારે દેશનું ભવિષ્ય ગણાતા વિધાર્થીઓ માટે પણ પોલીસ વિભાગ દ્વારા વિધાર્થીઓ ને પોલીસ નો ગણવેશ વિધાર્થીઓ કાળ મા પહેરવા માટે મળે એ માટે જે તે પોલીસ મથક હેઠળ ની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને સ્ટૂડન્ટ પોલીસ કેડેટસ કહેવાય છે આ પ્રોજેક્ટ હેઠળ પોલીસ તંત્ર ની તમામ કામગીરી થી માહિતગાર કરવા મા આવે છે 

અવારનવાર આ એસપીસી ના વિધાર્થીઓ ને પ્રવાસ માટે પણ ઉત્સાહ સાથે લઈ જવા મા આવે છે કચ્છ ના પ્રવેશદ્વાર આડેસર પોલીસે દ્વારા કુમાર પ્રાથમિક શાળા કન્યા પ્રાથમિક શાળા બને આડેસરની શાળા ના એસપીસી ના વિધાર્થીઓ ને બોર્ડર રેન્જ આઈજી જે.આર.મોથલીયા તથા પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમર ની સુચના થી આડેસર પીએસઆઇ બી.જી.રાવલ તથા પોલીરા સ્ટાફના કર્મચારીઓ દ્વારાધોળાવીરા [ વલ્ડ હેરિટેજ સિટી]બીએસએફ - કેમ્પ ધોળાવીરા રવેચી માતા - રવેચી વ્રજવાણી - સાંસ્કૃતિક ધામ વરૂડી માતા મંદિર વિગેરે સ્થળોનો પ્રવાસ યોજયો હતો જેમાં મહિલા પોલીસ વિમલાબેન ચૌધરી ,નીતાબેન ઠાકોર , જ્યંતીભાઈ ચૌધરી હિનાબેન પટેલ  નીતિન પટેલ જોડાયા હતા

આ અંગે આડેસર પીએસઆઇ બી.જી.રાવલે જણાવ્યું હતું કે એસપીસી ના વિધાર્થીઓ ને બોર્ડર પર ફરજ બજાવતા બીએસએફ ના જવાનો ની કામગીરી તથા બીએસએફ ના હથિયારો થી માહિતગાર કરવા મા આવ્યા હતા તદુપરાંત રણ વિસ્તાર ધાર્મિક સ્થળ તથા વિશ્ર્વ પ્રસિધ્ધ ધોરાવીરા ની મુલાકાત લઈ માહિતગાર કર્યા હતા વિષ્ણુદાન ગઢવી ભરત ઠાકોર બાબુભાઈ ચૌધરી સંજય રાઠોડ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી




0/Post a Comment/Comments

Stay Conneted

Domain