પશ્ચિમ કચ્છ-ભૂજ જિલ્લા ટ્રાફિક, નેત્રમ શાખા તથા ગુજરાત રાજ્ય મોટર વાહન વિભાગ - ભૂજ દ્વારા આયોજિત માર્ગ સુરક્ષા કાર્યક્રમ

 પશ્ચિમ કચ્છ-ભૂજ જિલ્લા ટ્રાફિક, નેત્રમ શાખા તથા ગુજરાત રાજ્ય મોટર વાહન વિભાગ - ભૂજ દ્વારા આયોજિત માર્ગ સુરક્ષા કાર્યક્રમ 

અંતર્ગત આજ રોજ શ્રી મુક્તજીવન સ્વામીબાપા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ના.પો.અધિ.શ્રી એ.આર.ઝનકાત સા., આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર શ્રી અંકિતભાઈ પટેલ સા., જીલ્લા ટ્રાફિક PSI શ્રી એમ.એચ.પટેલ, નેત્રમ PSI શ્રી કે.એન.મોરડીયા તથા નેત્રમ શાખાના કર્મચારીઓ તથા શ્રી મુક્તજીવન સ્વામીબાપા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ટ્રસ્ટીશ્રી તથા આચાર્ય મહોદયાશ્રીની ઉપસ્થિતિમાં સેમિનારનુ આયોજન કરવામાં આવ્યું.

 જેમાં વિધાર્થીઓ તથા કૉલેજના સ્ટાફ ગણને ટ્રાફિકના નિયમો, નેત્રમ શાખાની સીસીટીવી કેમેરાની કામગીરી અંગેની, નાર્કોટિક્સની તથા માર્ગ સુરક્ષા માટે ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન સાથે વિગતવારની સમજુતી આપવામા આવેલ અને ટ્રાફિક નિયમનને વધુ કારગર બનાવવા વિધાર્થીઓ સાથે વાતચીત કરી તેમની પ્રશ્નોતરીને પ્રોત્સાહિત કરવા ઈનામ વિતરણ કરવામાં આવ્યું તેમજ વિધાર્થીઓ તથા ઉપસ્થિત સ્ટાફ ગણને ટ્રાફિક નિયમોનું પાલન કરવા સંકલ્પ લેવડાવી, ટ્રાફિક નિયમના પેમપ્લેટ્સ નું વિતરણ કરવામાં આવ્યું.0/Post a Comment/Comments

Stay Conneted

Domain