રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સંવર્ગમાં રિક્ત સ્થાન પૂર્તિ સહિત કારોબારી નવરચના કરાઇ

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સંવર્ગમાં રિક્ત સ્થાન પૂર્તિ સહિત કારોબારી નવરચના કરાઇ

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ શિક્ષણના અને શિક્ષકોના હિત માટે કાર્ય કરતું એક રાષ્ટ્રવાદી સંગઠન છે. જેના ઘટક કચ્છ જિલ્લાના સરકારી વિભાગની કારોબારીમાં રીક્ત જગ્યાઓ પર નવા સભ્યોની વરણી સૌરાષ્ટ્ર પ્રાંત બૌદ્ધિક પ્રમુખ શ્રી જેન્તિભાઈ નાથાણીની અધ્યક્ષતામાં કરવામાં આવી.         

કાર્યક્રમની શરૂઆત સમૂહમાં સરસ્વતી વંદના દ્વારા કરવામાં આવી હતી. રાજ્ય ઉપાધ્યક્ષ અને કચ્છ જિલ્લા સંગઠન મંત્રી પુનશીભાઈ ગઢવીએ ઉપસ્થિત મહેમાનોનો પરિચય આપ્યો હતો અને સૌને આવકાર્યા હતા. ઉપસ્થિત મહેમાનોમાં પ્રાંત મંત્રી મુરજીભાઈ ગઢવી, પ્રાંત મીડિયા પ્રકોષ્ઠ રમેશભાઈ ગાગલ, ગ્રાન્ટ ઇન એડ વિભાગના કચ્છ જિલ્લા અધ્યક્ષ અલ્પેશભાઈ જાની તથા કચ્છ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના ઉપાધ્યક્ષ ભરતભાઈ ધરેજીયાનું પુસ્તક વડે સ્વાગત જિલ્લાના હોદ્દેદારો નયનભાઈ વાંઝા, પુનશીભાઈ ગઢવી, ડો. મીરાબા વસણ અને કૃપસિંહ જાડેજાએ કર્યું હતું. પ્રાસંગિક પ્રવચન પ્રાંત મંત્રી મુરજીભાઈ ગઢવી એ કર્યું હતું. સંગઠનનો બહુડો અનુભવ ધરાવનારા રમેશભાઈ  ગાગલે સંગઠનનો પરિચય આપ્યો હતો. નવનિયુક્ત કાર્યકર્તા ની ઘોષણા શ્રી જેન્તિભાઈ નાથાણીએ કરી હતી, જેને ઉપસ્થિત સૌએ ઓમ ના નાદ સાથે વધાવી હતી. જેમાં શૈલેન્દ્રસિંહ અનુપસિંહ જાડેજા ને મહામંત્રીની, દિનેશભાઈ મહેશ્વરી અને માવજીભાઈ વરચંદને ઉપાધ્યક્ષની, શ્રીકાંત બી ગઢવી અને વિરેનસિંહ ધલને મંત્રીની, કૃપસિંહ જાડેજા અને જયભાઈ જોશીને સહ સંગઠન મંત્રીની, અમોલભાઈ ધોળકિયાને કોષાધ્યક્ષની, નરેન્દ્રભાઈ રામાનુજને પ્રચાર પ્રમુખની તથા શ્રીમતી ઊર્મિબેન પારેખ, કુલદીપ ભાઈ આચાર્ય, હેતલબેન પોકાર, ભૂમિબેન ચોકસીને કારોબારી સભ્યોની જવાબદારીની ઘોષણા કરવામાં આવી હતી.  કાર્યકર્તાની કાર્યશૈલી વિશે નયનભાઈ વાંઝા એ જાણકારી આપી હતી. શ્રી જેન્તિભાઈ નાથાણીએ અધ્યક્ષ સ્થાનેથી ઉદબોધન કર્યું હતું. આભાર વિધિ ડો. મીરાબા વસણે કરી હતી. કાર્યક્રમનું સમગ્ર સંચાલન નયનભાઈ વાંઝા એ કર્યું હતું. કલ્યાણ મંત્ર બોલીને અલ્પાહાર લઈ બેઠકની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain