ગેરકાયદેસર ખનિજનું વહન કરતાં વાહન સીઝ કરવા બાબત

 ગેરકાયદેસર ખનિજનું વહન કરતાં વાહન સીઝ કરવા બાબત

તા.૦૪/૦૯/૨૦૨૩ ના રોજ ડૉ. નીતિ ચારણ (G.A.S.) મામલતદાર-નખત્રાણા ફેરણી સમય દરમ્યાન દેશલપર ગું. રોડ ઉપરથી બ્લેક ટ્રેપ ભરેલ આઈવા ગાડી નં.GJ-12-BX-9042 વાળી સાંજના ૬:૧૦ કલાકના સુમારે ગાડીના ડ્રાઈવર લઈ હાજીપીર બાજુ જતા હતાં. જેઓને ઉભા રાખીને પુછપરછ કરતાં તેઓએ જણાવેલ કે, ગાડી કોટડા જડોદરની લીઝ ઉપરથી ભરીને નરા ગામે લઈ જતા હતાં. તેઓને આ બાબતે આધારો રજુ કરવા જણાવતાં તેઓએ રોયલ્ટી પાસ રજુ કરેલ. 

પરંતુ આ વાહનમાં ઓવરલોડ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતાં જે ગાડીનો વજન નખત્રાણા ખાતે કરાવવામાં આવતાં આર.સી. બુક મુજબ લેડન ટ્રકના વજનની કેપીસીટી કરતાં વધારે જથ્થો ભરેલ માલુમ પડતાં સદર ટ્રક જમીન મહેસુલ અધિનિયમની કલમ ૩૯-એ તથા ધી ગુજરાત મીનરલ્સ (પ્રીવેન્શન ઓફ ઈલલીગલ માઈનીંગ, ટ્રાન્સપોર્ટેશન એંડ સ્ટોરેજ) રૂલ્સ-૨૦૧૭ ની જોગવાઈઓ મુજબ સીઝર કરી નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે અને ભુસ્તરશાસ્ત્રી, ભુસ્તરવિજ્ઞાન અને ખનિજ ખાતુ, ભુજ-કચ્છને આગળની કાર્યવાહી કરવા જણાવેલ છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain