અંજાર પોલીસ સ્ટેશન વિસ્તા૨માં હાઇવે રોડ પર છ૨ી મારી લૂંટનો ગુનો બનેલ જે ગુનો શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ,પૂર્વ –કચ્છ, ગાંધીધામ

 અંજાર પોલીસ સ્ટેશન વિસ્તા૨માં હાઇવે રોડ પર છ૨ી મારી લૂંટનો ગુનો બનેલ જે ગુનો શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ,પૂર્વ –કચ્છ, ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાગ૨ બાગમાર  પૂર્વ કચ્છ,ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં વણશોધાયેલ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સુચના આપવામાં આવેલ હોય જેથી ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેક્ટરથી જે.એમ.જાડેજા ,એલ.સી.બી. , . પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓની આગેવાનીમાં એલ.સી.બી. ટીમ જીલ્લાનાં વણશોધાયેલ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હતી દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે આશરે એકાદ મહિના પહેલા અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારનાં નવરત્ન રેસીડેન્સીનાં ગેટ પાસે સર્વિસ રોડ ઉપ૨ બે અજાણ્યા ઈસમો મો.સા. ૫૨ આવી ફરીયાદીને છરી મારી તેની પાસેથી મોબાઇલ ફોનની લૂંટ કરી નાશી ગયેલ તે ગુનાનો આરોપી હાલે સુંદરપુરી પાણીનાં ટાંકા પાસે-ગાંધીધામ ખાતે ઉભેલ છે. જેથી તરત જ બાતમી વાળી જગ્યાએથી આરોપીને પકડી પાડી ઉપરોક્ત વણશોધાયેલ ગુનો શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી વધુ કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.

પડાયેલ આરોપીનું નામ કમલેશ સ/ઓ માંગીલાલ સીંગારીયા ઉ.વ.૨૭ રહે.ચામુંડાનગર, કૈલાશબેન સ્કૂલની બાજુમાં, ગાંધીધામ જી.કચ્છ

કબજે કરેલ મુદામાલ .ગુના કામે લૂંટમાં ગયેલ રીયલમી કંપનીનો મોબાઇલ ફોન- ૧

ગુના કામે ઉપયોગ કરેલ મો.સા. નં.GJ-12-DD-5479

આ કામગી૨ી લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં I/C પોલીસ ઇન્સપેક્ટર જે.એમ.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain