કસ્ટમ વિભાગના સંયુક્ત ઓપરેશનમાં ૪૫ લાખનું ડ્રગ્સ ઝડપાયુ
કેનેડાથી આવેલા આ કોકેઈનની પાછળ ખાલિસ્તાની કનેક્શન છે કે નહીં ?
ગુજરાત ડ્રગ્સની હેરાફેરી માટેની એપિ સેન્ટર બની ગયું છે. બે દિવસ અગાઉ જ કચ્છમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો હતો. પૂર્વ કચ્છ પોલીસે દરિયાકિનારેથી ૮૦૦ કરોડની કિંમતનું ૮૦ કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ વખતે ડ્રગ્સનું કન્સાઇન્મેન્ટ કેનેડાથી અમદાવાદ એરપોર્ટ પર આવ્યું હતું. અમદાવાદ સાયબર ક્રાઈમ અને કસ્ટમના જોઈન્ટ ઓપરેશનમાં લાખોની કિંમતનું કોકેઈન તથા તેનું મટીરિયલ મળી આવ્યું છે. હવે કેનેડાથી આવેલા આ કોકેઈનની પાછળ ખાલિસ્તાની કનેક્શન છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
Post a Comment