જૂનાગઢ પોલીસ દાદાએ ધોકો પછાડ્યો અસામાજિક તત્વો ભોભિતર

 જૂનાગઢ પોલીસ દાદાએ ધોકો પછાડ્યો અસામાજિક તત્વો ભોભિતર

ગેરકાયદેસર પ્રવૃતિ કરનારા 183, સામે કાર્યવાહી અસામાજિક તત્વો માં ફફડાટ 

ડ્રગ્ઝ સેવન કરનારા હવે બચી નહિ શકે   ડ્રગ્સના વ્યસની ઓને છતા કરે તેવી પોલીસે નવી ડ્રગ્ઝ સ્ક્રીન કીટ ની ટેકનોલોજી સજાવી

પ્રથમ ટ્રાયલમાં આવા કેસમાં વિદ્યાર્થીઓના વાલીઓ સાથે કાઉન્સેલિંગ 

 જુનાગઢ  સામાન્ય પ્રજાને હંમેશા રંજાળતા આવારા અને અસામાજીક તત્વો જેને કાયદાનો કોઈ ખોફ ના હોય તે રીતે વર્તતા હતા પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન નીચે આવા અસામાજિક તત્વોને ભોભિતર કરવા માટે સ્પેશિયલ એક મેગા ડ્રાઇવ નું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર જિલ્લા પંથકમાં ગણતરીના કલાક સુધીમાં પોલીસે કરેલી કાર્યવાહીમાં અસામાજિક તત્વો માં ફાફડાટ ફેલાઈ જવા પામ્યો હતો સાથે પોલીસ દ્વારા અલગ અલગ ગુનામાં ઝડપાયેલા ઈસમો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

જૂનાગઢ જિલ્લામાં પાનના ગલ્લાઓ "ચા" ની કીટલી, ઇંડાની લારીઓપર અસામાજિક તત્વોની બેઠક વાળી જગ્યાઓ સર્ચ ઓપરેશન” માં ૧૮૩ ઇસમો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી આ કાર્યવાહીમાં મુખ્યત્વે ડ્રગ્ઝ પીધેલાને ચેકીગ કરવા 'ડ્રગ્ઝ સ્ક્રીન કીટનો સૌ પ્રથમ વાર ઉપયોગ. કાયદો અને વ્યવસ્થાના સંદર્ભમાં અને “નો ડ્રગ્ઝ” ઝુંબેશ અંતર્ગત કરવામાં આવ્યો હતો 

જૂનાગઢ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાંક પાનના ગલ્લાઓ, "ચા" ની કીટલી, ઇંડાની લારીઓ અને એવી જગ્યાઓ કે જયાં શંકાસ્પદ અસામાજિક તત્વો અને ગુનેગારોની અડ્ડો હોય અને આવી જગ્યાઓ ઉપર ગેરકાયદેસર પ્રવૃત્તીઓ મહદઅંશે થતી હોવાથી તેમજ ગુનેગારોની ગુનો કરવાની મોડેસ ઓપેરન્ડીમાં ગુનાઓનું ષડયંત્ર આવી જગ્યાઓ રચાયેલાનું જણાઇ આવતા નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા ની સુચના અન્વયે પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા ના માર્ગદર્શનમાં જૂનાગઢ જિલ્લાના દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાનના ગલ્લાઓ, "ચા" ની કીટલી, ઇંડાની લારીઓ, અને અસામાજિક તત્વોની બેઠક વાળી જગ્યાઓનું “મેગા સર્ચ ઓપરેશન" ડ્રાઇવની કામગીરી તા.૧૭, મી સપ્ટેમ્બર ના સાત વાગ્યાથી થી દશ વાગ્યા સુધી કરાવવામાં આવી હતી.

શહેર તેમજ તાલુકા વિસ્તારમાં ગુનાખોરી તથા અસામાજીક પ્રવૃત્તિ કરનાર ઇસમો વિરૂધ્ધ કડકાઇ સાથે મક્કમાતાથી કાર્યવાહી કરવા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા જૂનાગઢ જિલ્લામાં અસામાજિક તત્વોની ઉઠબેઠ વાળી જગ્યાઓ ઉપર "મેગા સર્ચ ઓપરેશન" ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું 

તાજેતરમાં શહેરમાં થયેલ ડ્રગ્ઝ ના કેસમાં કોલેજના યુવાનો આરોપી તરીકે મળ્યા હતા. અને તેઓની પુછપરછમાં પાનના ગલ્લે તેઓની બેઠઉઠ હતી તેવી હકીકત ખુલેલ હોવાનું ધ્યાને આવ્યા બાદ જિલ્લામાં સૌ પ્રથમવાર ડ્રગ્ઝ પીધેલાનું "ડ્રગ્ઝ સ્કીન કીટ" નો ઉપયોગ કરી ચેંકીગ કરવામાં આવેલ દરમિયાન તેમાં કેટલાક યુવાનોના મા-બાપને બોલાવી કાઉન્સીલીંગ પણ કરવામાં આવ્યું હતું.

જે અન્વયે જૂનાગઢ જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાંક પાનના ગલ્લાઓ, "ચા" ની કીટલી, ઇંડાની લારીઓ, અને એવી જગ્યાઓ કે જયાં શંકાસ્પદ ઇસમો, અસામાજિક તત્વો અને ગુનેગારોની બેઠક થતી હોય આવી જગ્યાઓ ઉપર જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી હિતેષ ધાંધલ્યા, કેશોદ ડિવિઝનના  બી.સી.ઠકકર તથા માંગરોળ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક ડી.વી.કોડીયાતર દ્વારા તેઓના કાર્યક્ષેત્ર હેઠળના પોલીસ સ્ટેશન નાં થાણા અધિકારીઓ દ્વારા અસામાજિક તત્વોની ઉઠક-બેઠક વાળી જગ્યાઓ ઉપર “મેગા સર્ચ ઓપરેશન દરમિયાન અલગ અલગ પોલીસ અધિકારી, કર્મચારીઓની ટીમો બનાવી બેથ એનાલાઇઝીંગ, તથા પોકેટકોપ મોબાઇલ એપ, અને બોડીવોર્ન કેમેરા, નો ઉપયોગ કરી કામગીરી હાથ ધરવામાં આવી હતી 


જૂનાગઢ જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાનના ગલ્લાઓ, “ચા” ની કીટલી, ઇંડાની લારીઓ,અને અસામાજિક તત્વોની ઉઠક-બેઠક વાળી જગ્યાઓનું “મેગા સર્ચ ઓપરેશન" ડ્રાઇવની કામગીરી હાથ ધરવામાં આવેલ અને નંબર પ્લેટ વગરના તથા કોરી નંબર પ્લેટ વગરના ૩૫, કાળા કાચવાળા વાહનો વિરૂધ્ધ તથા સમાધાન શુલ્ક ર૯, પીધેલા ,ડ્રગ્ઝ લીધેલ ઇસમો વિરૂધ્ધ કેસો ૨૯, એમ.વી એક્ટ ૧૮૫ મુજબ નશો કરી વાહન ચલાવનાર વિરૂધ્ધના 10,કેસ હથિયાર બંધી જાહેરનામાંના ભંગ અંતર્ગત 3, કેસ

ટ્રાફીકને અવરોધ કરતા તેમજ પુર ઝડપે વાહન હાંકનાર ના ૯ કેસ ગેરકાયદેસર સ્મોકીંગ ઝોનના કેસ ૮, શકાસ્પદ વ્યક્તિઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતી વ્યક્તિ વિરૂદ્ધ કાર્યવાહી ૧, કેસ તમાકુ નિયંત્રણ અધિનિયમ હેઠળ કરેલ ૨૫, કેસ

અટકાયતી પગલા ૧૦૭, ૧૦૯, ૧૧૦, પ્રોહિ ૯૩, પકડ વોરંટ વિગેરે અંતરગત 10,કેસ અન્ય સરકાર તરફે ગુનાઓ ઓમ્પ્લોઝીવ હથયારધારા, એન.ડી.પી.એસ. પ્રોહિબિશન,વિગેરે અંતર્ગત ૨૪,કેસ કરાયા હતા આ

“મેગા સર્ચ ઓપરેશન" ડ્રાઇવદરમિયાન જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા કુલ ૧૮૩

ઇસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી 

આ અગાઉ જિલ્લામાં ગત્ તા.૦૬, ઓગસ્ટ ના રોજ પણ આવી જ ડ્રાઇવ રાખી પાનના ગલ્લા,ચાની કીટલીઓ તથા ઇંડાની લારીઓ પર થતી અસામાજીક પ્રવૃતિઓ પર રોક લગાવવામાં પોલીસને ઘણી સફળતા મળી હતી

આ સમગ્ર ડ્રાઇવ દરમિયાન નિર્દોષ અને સામાન્ય માણસોને પરેશાની ના થાય તેની તકેદારી અને પાનના ગલ્લા, ચાની કીટલી, ઇંડાની લારી, નો વ્યવસાય કરનાર સારા લોકોને ગેરવ્યાજબી કનડગત ન થાય તથા નિર્દોષ યુવક-યુવતીઓ વિરૂધ્ધ ગેર વ્યાજબી કાર્યવાહી ન થાય તે અંગે વિશેષ ધ્યાન આપવામાં આવ્યુ હતું

માત્ર શંકાસ્પદ ઇસમો, અસામાજિક તત્વો,અને ગુનેગારો, તથા કાયદાનું ઉલ્લંઘન કરનાર,વિરૂદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જૂનાગઢ જિલ્લાના નાગરીકોની સલામતી અને સુરક્ષા માટે જૂનાગઢ પોલીસ કટીબધ્ધ છે તેવું પોલિસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જણાવાયું છે - રીપોર્ટ બાય - શૈલેષ પટેલ જૂનાગઢ દ્વારા

0/Post a Comment/Comments

Stay Conneted

Domain