રાપર તાલુકા ના સરહદી માનાણીવાંઢ ગામે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા
રાપર તાજેતરમાં પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર રાપર તાલુકા ના બાલાસર પોલીસ મથક હેઠળના માનાણીવાંઢ ગામની મુલાકાત લીધી હતી સરહદ નજીક આવેલા બાલાસર પોલીસ મથક હેઠળના ગામો ના લોકો સાથે દર મહિને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સંવાદ કરી ગામ લોકો સાથે કાયદો અને વ્યવસ્થા જાળવવા અંગે તથા ગામ વિસ્તારમાં થી પસાર થતા હાઈવે પર અને અજાણ્યા શખ્સો સામે નજર રહે તે માટે સીસીટીવી કેમેરા લગાવવા માટે અનુરોધ કર્યો હતો તે અન્વયે આજે માનાણીવાંઢ ગામે પતાભાઈ હરીભાઈ અને નોંઘાભાઈ હરીભાઈ નામ ના બને ભાઈઓ એ સ્વખર્ચે સીસીટીવી કેમેરા લગાવ્યા હતા
સુરક્ષા ની દ્રષ્ટિએ મહત્વ ના આ ગામ છે સીમા સુરક્ષા તથા અજાણ્યા શખ્સો અને અજાણી ચીજવસ્તુઓ માટે મહત્વ ના બનશે સીસીટીવી કેમેરા લગાવવામાં આવતા બાલાસર પીએસઆઇ વી એ ઝા એ બન્ને ભાઈઓ નુ સન્માન કર્યું હતું જોઇતાભાઈ રાઠોડ તથા અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા
Post a Comment