પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત - જીંજાય ગામે બનેલ ગૌશાળા ના ઉદ્ઘાટન પ્રસંગને ગામના લોકોએ ઉત્સવની જેમ કરી ઉજવણી
તા: ૫/૯ ના રોજ નખત્રાણા તાલુકાના જીંજાય ગામે પ્રધાનમંત્રી કૃષિ સિંચાય યોજના અંતર્ગત જીલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ ભુજ (વોટરશેડ) દ્વારા બનાવવામાં આવેલ ગૌશાળા (કેટલ શેડ)નું ઉદઘાટન પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી એ.જે. સિંધીના હસ્તે કરવામાં આવ્યું
આંજે શ્રાવણ સુદ છઠ ના ગામના પાધરમાં બનાવવામાં આવેલ ગૌશાળાના ઉદઘાટન પ્રસંગે ગામના લોકો દ્વારા સામેયા અને ઢોલ નગર સાથે રથ યાત્રા કાઢી યોજના અંતર્ગત બનાવવામાં આવેલ ૧૧ તળાવોને વધાવી ગૌશાળા ખાતે વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સૌપ્રથમ ગાય માતાને કુમકુમ તિલકથી વધાવી પૂજન આરતી કરવામાં આવી, ગામના તમામ જ્ઞાતિના લોકોએ આ ગૌશાળાની ગાયોના ચારા માટે દાનની સરવાણી કરી અને માતબાર રકમ એકત્રિત કરી હતી.
આ પ્રસંગે પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે આ યોજના પાછળ સરકારશ્રીનું આભિગમ એ રહ્યો છે કે યોજાનાના આયોજન અને અમલીકરણમાં લોકોની સંપૂર્ણ ભાગીદારી રહે અને એ ભાગીદારી આજે જોવા મળેલ છે જેના સારા પરિણામો થાકી આપણે પાણી સંગ્રહના તળાવો અને આ કેટલશેડ કામગીરી કરી શક્યા છીએ.અને હજુ લોકઉપયોગી કામો થાય અને તેનું લાભ ગામના દરેક વ્યક્તિઓને મળે તે માટે વોટરશેડ સમિતિ અને ગામના લોકો એકમત રહે અને સહકાર આપે જેથી આ યોજના સાર્થક રહે તેવું કયું હતું ટેકનીકલ એક્સપર્ટ ઇમદાદ બાંગ દ્વારા યોજનાની માહિતી આપી હતી. જ્યારે મહિલા અને ગામના જમીન વિહોણા લોકોને આ યોજના માંથી લાભ લેવા અને મહિલા સ્વ સહાય જૂથ બનાવવા અંગે MDT બાબુલાલ જોગેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ તકે ગૌશાળામાં વૃક્ષારોપણ ગામના આગેવાનો અને ઉપસ્થિત અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું
ગામના સરપંચશ્રી શ્રીમતી કસ્તુરબેન ડી. પટેલ, તલાટી મંત્રી ચંદ્રિકાબેન ગરવા, સંમતી અધ્યક્ષ તુલશીભાઈ પટેલ, પાટીદાર સમાજના પ્રમુખ મંજુનાથ પટેલ, ડો. રમેશભાઈ લીમ્બાણી – કર્ણાટક, ઇન્જીનીયર દેવશી મેપાણી, એગ્રીકલ્ચર એક્સપર્ટ મહેશ ચૌહાણ તથા ગામના આગેવાનશ્રીઓ અને વોટરશેડ સમિતિના સભ્યો અને ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા
કાર્યક્રમનું સફળ બનાવા ગામના યુવા ટીમેં સહયોગ આપ્યો હતો સંચાલન સમિતિના સભ્ય દામજીભાઈ પી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
Post a Comment