ભુજમાં સ્ટેશન રોડ ની ઓફિસ મા બોલાવીને યુવકે ઓગણીસ વર્ષની યુવતી પર વારંવાર દુષ્કર્મ કરતા નોંધાઇ હતી ફરિયાદ

 ભુજમાં સ્ટેશન રોડ ની ઓફિસ મા બોલાવીને યુવકે ઓગણીસ વર્ષની યુવતી પર વારંવાર દુષ્કર્મ કરતા નોંધાઇ હતી ફરિયાદ

નગ્ન ફોટા વાયરલ કરવાની આડમાં યુવકે યુવતી ને વારંવાર બળાત્કાર નો શિકાર બનાવવાની ઘટના ની ફરીયાદ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી

ભુજઃ ઓફિસમાં બોલાવી યુવતી પર યુવકે વારંવાર દુષ્કર્મ ગુજાર્યું મુળ નખત્રાણા તાલુકાની અને ભુજ રહેતી ૧૯ વર્ષની યુવતી સાથે શરીર સબંધ બાંધ્યા બાદ યુવકે નગ્ન ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપીને ભુજ સ્ટેશન રોડ પર એક ઓફિસમાં બોલાવી વારંવાર દુષ્કર્મ ગુજારતાં આરોપી સામે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.  ભોગબનાર યુવતીએ ભુજ સુરલભીટ રોડ પર સંતરોહિતદાસનગરમાં રહેતા ડાયાલાલ ખીમજીભાઇ માતંગ નામના યુવક સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે બનાવ છેલ્લા એક વર્ષથી ૨૯ સપ્ટેમ્બરની રાત્રીના પોણા અગ્યાર વાગ્યા દરમિયાન બન્યો હતો. ફરિયાદી યુવતી સાથે આરોપીએ એક વખત શરીર સબંધ બાંધી યુવતીના નગ્ન ફોટા પાડી લીધા હતા. એ ફોટા ઓનલાઇન વાયરલ કરવાની ધમકી આપીને ભુજ સ્ટેશન રોડ પર પારસમણી શોપીંગ સેન્ટરની ઓફિસમાં બોલાવીને અવાર નવાર બળજબરીથી યુવતીની મરજી વિરૂધ શરીર સબંધ બાંધ્યો હતો. એ ડિવિઝન પોલીસે આરોપી વિરૂધ ગુનો નોંધીને ઝડપી લેવા આગળની તપાસ પીએસઆઇ ડી.જે.ઠાકોરે હાથ ધરી છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain