મિલકત સબંધી તથા શરીર સબંધી ગુનામાં સંડોવાયેલ આરોપીઓના ઇન્ટ્રોગેશનનું આયોજન કરતી પુર્વ - કચ્છ ગાંધીધામ પોલીસ
પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા, સરહદી રેન્જ ભુજ, નાઓની પ્રેરણાથી પોલીસ અધિક્ષક સાગર બાગમાર પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પુર્વ કચ્છ ગાંધીધામ જીલ્લામાં બે કે તેથી વધુ ગુનામાં પકડાયેલ મિલકત સબંધી આરોપીઓ તથા ખુન,ખુનની કોશિષ,ધાડ,લુંટના ગુનાઓમાં જામીન ઉપર છુટેલ આરોપીઓ તથા હીસ્ટ્રીશીટરો, એમ.સી.આર. કાર્ડ વાળા ઇસમોને આજરોજ પોલીસ હેડ કવાટર્સ ગાંધીધામ ખાતે બોલાવવામાં આવેલ. આમા કુલ નીચે જણાવ્યા મુજબના હેડ વાઇઝ આરોપીઓ હાજર રહેલ અને નાયબ પોલીસ અધિક્ષક અંજાર, ભચાઉ, તમામ પોલીસ સ્ટેશનના અધિકારીશ્રીઓ, પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી., એસ.ઓ.જી., એલ.આઇ.બી., પોલીસ હેડ કવાટર્સ તથા પોલીસ સબ ઇન્સપેકટરશ્રી આર.બી.નાઓ હાજર રહેલ. આવેલ તમામ આરોપીઓનુ ઇન્ટ્રોગેશન કરી તેઓનુ ઇન્ટ્રોગેશન ફોર્મ ભરવામાં આવેલ. તેમજ આવા ગુના કરનાર આરોપીઓના સમાજમા બદનામી થાય છે તેમજ કુટુંબ, બાળકો વિગેરે પરીવારના સભ્યોને પણ નકારાત્મક અસર થાય છે.
હાજર રહેલ આરોપીઓ -અ.નં. (૧) મિલકત સબંધી ગુનાના આરોપીઓ - ૧૦૦ (ર) ખુન,ખુનની કોશિષના આરોપીઓ - ૨૯૭ (૩) હિસ્ટ્રીશીટરો -૫૫ (૪) લુંટ,ધાડના ગુનાના આરોપીઓ - ૩૦ (૫) એમ.સી.આર. કાર્ડ વાળા આરોપીઓ - ૨૯૬ - કુલ હાજર રહેલ આરોપીઓની સંખ્યા -૭૭૮
Post a Comment