પુર્વ કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે બોર્ડર રેન્જ આઈજી જે.આર.મોથલીયા અને પુર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર ના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ બી ડીવીઝન પોલીસ મથકે હેઠળ આવેલ હોટસ્પોટ તેમજ સંવેદનશીલ જગ્યાઓ આઈડેન્ટીફાઈ કરી તેવા વિસ્તારમાં કોમ્બીંગ કરવા સુચના આપેલ હોઈ જે સુચના આધારે પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓના સુપરવિઝન હેઠળ એલ.સી.બી.ના પોલીસ ઈન્સપેક્ટર શ્રી એમ.એમ.જાડેજા સાહેબ તથા ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એમ.ડી.ચૌધરી સાહેબ તેમજ અંજાર ડિવિઝન વિસ્તારના ગાંધીધામ એ ડીવીઝન, કંડલા મરીન, આદિપુર, અંજાર, દુધઈ, પો.અધિ.સા. કચેરી, પી.એચ.ક્યુ., જીલ્લા ટ્રાફિક, સીટી ટ્રાફિક, વિગેરે પોલીસ સ્ટેશનો તેમજ બ્રાંચોના પોલીસ અધિકારી/કર્મચારીઓની અલગ અલગ કુલ્લે ૫૪ ટીમો બનાવી જેમાં પોલીસ ઇન્સપેક્ટ૨ ૦૮ તથા પોલીસ સબ ઇન્સપેક્ટર-૧૦ તથા પોલીસ કર્મચારીઓ-૨૭૦ સાથે મળી તમામ પ્રકારના સાધનો હેલમેટ તથા ટોર્ચ લાઈટ જેવી પુરતી સાધન સામગ્રી સાથે ગાંધીધામ બી ડીવીઝન વિસ્તારમાં આવેલ ખારી રોહર ગામમા અસરકારક કોમ્બીંગનું આયોજન કરવામાં આવેલ હતુ જેમાં અલગ અલગ ટીમો દ્વારા સઘન સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરી ખારી રોહર ગામમાં આવવા જવાના એન્ટ્રી/એક્ઝીટ પોઇન્ટ ઉપર નાકાબંધી કરી તેમજ ખારી રોહર ગામમાં અગાઉ પ્રોહીબીશન તેમજ ચોરી તેમજ શરીર સંબંધી જેવા અલગ અલગ ગુનાઓમાં પકડાયેલ ઇશમોના મકાનો ચેક કરી હાજર મળી આવેલ લોકોની સઘન પુછપરછ કરી ઝડતી તપાસ કરતા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે. જેમાં
M.V.ACT કલમ-207 મુજબ વાહન ડિટેન 26
H.S. ચેક 4M.C.R. ચેક 25
CRPC કલમ-107 મુજબ અટકાયતી પગલા 25
CRPC કલમ-૧૧૦ મુજબ અટકાયતી પગલા. 43
પ્રોહીબીશન ના 5 શકમંદ ઈશમો 76 ચેક
Post a Comment