ખેડા જિલ્લામાં મહુવા તાલુકાના ભુમસ ગામ ના ઇશમ ની કીડની કૌભાંડ ની વિગતો અખબારના પાને છપાયુ પણ નિકળ્યું ભોપાળુ
ખેડા જીલ્લાના મહુધા તાલુકાના ભુમસ ગામે રહેતા ગોપાલભાઇ કાભઇભાઇ પરમાર નાઓએ કિડની કૌભાંડ બાબતે પોલીસ અધિક્ષકશ્રી ખેડા- નડીયાદ નાઓને સંબોધીને અરજી કરેલ હોય તે અરજીમાં કરેલ આક્ષેપો ગંભીર પ્રકારના હોય,જેથી આક્ષેપોની ગંભીરતાને ધ્યાનમાં લઇ પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબ, નાઓએ સદર અરજીની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ખેડા-નડીયાદ નાઓને સોપતા સદર અરજીના અરજદાર તથા આક્ષેપીત સામાવાળાની ટેક્નીકલ સર્વેલન્સ તેમજ સી.ડી.આર ડીટેલ્સ આધારે યુક્તિ-પ્રયુક્તિ પુર્વક પુછપરછ કરતા સમગ્ર બનાવ બાબતે ખોટી ફરીયાદ હકિકત અરજીમાં જાહેર કરી તેમજ પત્રકારશ્રીને સમગ્ર બનાવ બાબતે ખોટી ઉપજાવી કાઢેલ સ્ટોરીની જાણ કરેલ હોવાની હકિકત જાહેર કરેલ છે અને સમગ્ર બનાવ બાબતે અરજદારશ્રી નાઓની કિડની કાઢી લેવા માટે કોઇ ગુનાહિત કાવતરૂ રચાયેલ નથી તેમજ અરજદારશ્રી નાઓએ સામાવાળા પાસેથી રૂ.૨૦,૦૦૦/- ઉછીના લીધેલ હોય તે રૂપીયા સામાવાળા પરત માંગતા તે સામાવાળાને સબક શીખવાડવાના હેતુંથી તેને હેરાન પરેશાન કરવા માટે ખોટી સ્ટોરી ઉભી કરી અરજી કરેલ છે તેમજ ખોટી સ્ટોરી બાબતે પ્રત્રકારશ્રીને જાણ કરતા તેઓ દ્વારા ન્યુઝ પેપરમાં કિડની કૌભાંડ બાબતે લેખ છપાયેલ છે જેથી સમગ્ર બનાવ બાબતે તપાસ કરતા અરજીમાં કરેલ આક્ષેપો તદ્દન ખોટા અને ઉપજાવી કાઢેલાના રેકડીય પુરાવા મળેલા છે.
Post a Comment