રાપર તાલુકા મા શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી

રાપર તાલુકા મા  શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી

આજે શિક્ષક દિન નિમિતે વાગડ વિસ્તારના રાપર તાલુકા મા પ્રાથમિક માધ્યમિક શાળાઓમાં શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી હતી તે મુજબ રાપર ની અયોધ્યાપુરી કુમાર શાળામાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં બાળકો દ્વારા વિવિધ વર્ગોમાં શૈક્ષણિક કાર્ય શિક્ષકોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. રાપર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી આંબાભાઈ મકવાણા ના માર્ગદર્શન વ્યવસ્થા આચાર્ય અરજણભાઇ ડાંગર, હસમુખભાઈ ઠક્કર, પારસભાઇ ઠક્કર, શુભાન્ગીનીબેન ગોડબોલે, દિપીકાબેન પટેલ વગેરે દ્વારા સંભાળવામાં આવી હતી.ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસના અવસર પર દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવે છે.ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતીય સંસ્કૃતિના સંવાહક પ્રખ્યાત શિક્ષાવિધ અને મહાન દાર્શનિક  હતાં. તેઓને 27 વાર નોબેલ પુરસ્કાર માટે નામિત કરવામાં આવ્યા હતાં.1954 માં તેમને ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા.

તેમણે પોતાના વિદ્યાર્થીઓને જન્મદિવસને શિક્ષકદિવસ ના રૂપમાં ઉજવવાની ઈચ્છા બતાવી હતી તેથી આ દિવસને ભારતમાં “શિક્ષક દિવસ” ના રૂપમાં મનાવાય છે.

આ પ્રસંગે આજ રોજ શ્રી રાપર તાલુકા પ્રા.શાળા નં.૧,તા.રાપર-કચ્છમાં ધોરણ 1 થી 8નાં વિદ્યાર્થીઓએ શિક્ષક દિવસમાં ભાગ લઈને વિવિધ વિષયોના શિક્ષકો બનીને નાનાં-મોટાં તમામ બાળકોને અવનવી વાતોથી અભિભૂત કર્યા હતા.જેમાં બાલવાટિકા, ધોરણ 1 થી 8 માટે અલગ-અલગ વિષયો માટે 25 જેટલા બાળકો ઉત્સાહ ભેર શિક્ષક તરીકે ભાગ લીધો. અને સમગ્ર સંચાલન પ્રાર્થનાથી લઈ વર્ગમા શિક્ષણ કાર્ય શાળાના  બાળકો દ્વારા કરવામાં આવ્યું.

આ દિવસે શાળાના આચાર્યશ્રી ચેતનભાઈ સુથાર, ગોવિંદભાઈ, જેસંગભાઈ પરમાર, પુષ્પાબેન પટેલ,પિયુષ ચૌહાણ, મયુર શ્રીમાળી,વિજય પટેલ સ્ટાફ દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. માર્ગદર્શન પૂરું પાડ્યું અને શાળા પરિવાર દ્વારા નાસ્તો પણ આપવામાં આવ્યો.અને આ રીતે “શિક્ષક દિન” ની ઉજવણી કરી હતી

0/Post a Comment/Comments

Stay Conneted

Domain