બી.આર.સી અંજાર દ્વારા નાલંદા વિદ્યામંદિર ખાતે આયોજિત બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન

 બી.આર.સી અંજાર દ્વારા નાલંદા વિદ્યામંદિર ખાતે આયોજિત બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર અને મહારાણીશ્રી ગંગાબા સાહેબ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભુજ (કચ્છ) પ્રેરિત તથા બ્લોક રિસોર્સ સેન્ટર – અંજાર એવં શ્રી સોરઠીયા સુખી પરીવાર વેલ્ફેર ટ્રસ્ટ સંચાલિત શ્રી નાલંદા વિદ્યામંદિર આયોજિત *"સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી"* થીમ આધારિત *બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૩-૨૪* અંજારના જનપ્રિય ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ બી. છાંગાનાં અધ્યક્ષ સ્થાને યોજાયું.  કાર્યક્રમમાં સચ્ચિદાનંદ મંદિરના મહંતશ્રી પ.પૂ. શ્રી ત્રિકમદાસજી મહારાજ, નવનિયુક્ત નગરપાલિકા પ્રમુખશ્રી વૈભવભાઈ કોડરાણી,  નવનિયુક્ત તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી શોભનાબા જાડેજા, શાસક પક્ષના નેતા શ્રી નિલેશભાઈ ગોસ્વામી, નગર શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન તેજસભાઈ મહેતા,  શાસનાધિકારીશ્રી વિનોદભાઈ પરમાર, ડાયટ લાયઝનશ્રી સુનિલભાઈ યાદવ, વેલસ્પન ઇન્ડિયા લિમિટેડ સી એસ આર હેડ શ્રી સંજીવ રંજન, વીણાબેન જોશી, આસિફખાન પઠાણ તેમજ  પ્રથમ ફાઉન્ડેશન ટીમ,  પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જિલ્લા મહામંત્રીશ્રી રમેશભાઈ ગાગલ, સંગઠન મંત્રીશ્રી જખરાભાઈ કેરાસીયા, સહ મંત્રીશ્રી કાંતિભાઈ રોઝ, પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ એચ.ટાટ  મહામંત્રીશ્રી અમરાભાઈ રબારી, પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ અંજાર નગર અધ્યક્ષ શ્રી રઘુભાઈ વસોયા,  શ્રી સોરઠીયા સુખી પરિવાર વેલ્ફેર ટ્રસ્ટ પ્રમુખ શ્રી રસીકભાઈ માલસત્તર, પ્રો.ડો.કલ્પેશભાઈ સોરઠિયા, કેશવજીભાઈ ચોટારા, વિશનજીભાઈ વાઘમશી, લવજીભાઈ હડિયા, ચમનભાઈ માલસત્તર, ખીમજીભાઈ ચોટારા, જગદીશભાઈ હડિયા, જગદીશભાઈ બાંભણિયા, મનજીભાઈ વાઘમશી તથા તમામ ટ્રસ્ટી ગણની પ્રેરક ઉપસ્થિતિમાં આજ રોજ તારીખ  25 સપ્ટેમ્બર 2023 સોમવારનાં રોજ શ્રી નાલંદા વિદ્યામંદિર, મોટી નાગલપ૨ ખાતે યોજાયુ. મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો. શાબ્દિક સ્વાગત પ્રો.ડો. કલ્પેશભાઈ સોરઠિયા દ્વારા કરવામાં આવ્યું. ત્યાર બાદ તમામનું ભગવદ્ ગીતા અને શાલ ઓઢાડી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું. 

 મહંતશ્રી, ધારાસભ્યશ્રી અને અન્ય મહાનુભાવો દ્વાર  રીબીન કાપીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી અંજારના જનપ્રિય ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબે ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકો તથા તેમના માર્ગદર્શક શિક્ષકોશ્રીઓને અભિનંદન પાઠવી સહયોગી થનાર સોરઠીયા સુખી પરિવાર તેમજ વેલસ્પન ફાઉન્ડેશન ફોર હેલ્થ એન્ડ નોલેજને બિરદાવ્યા હતા. આશિર્વચન પાઠવતા શ્રી સચ્ચિદાનંદ મંદિર અંજારના પરમ પૂજ્ય મહંતશ્રી ત્રિકમદાસજી મહારાજે કાર્યક્રમના સુંદર આયોજન બદલ બીઆરસી અંજાર ટીમ તથા સહયોગી સંસ્થા ના ઉમદા કાર્યોને બિરદાવ્યા હતા.  આ કાર્યક્રમમાં અંજાર શિક્ષણ સમિતિની ત્વરિત અને કાર્યદક્ષ પ્રણાલીના ભાગરૂપે અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળાનાં શિક્ષકાશ્રી પ્રીતિબેન અગ્રવાલને વિદ્યાસહાયક તરીકેનો સમયગાળો પૂર્ણ થતાં  કાયમી નિમણૂંકનો ઓર્ડર ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ, પ.પુ.મહંતશ્રી ત્રિકમદાસજી મહારાજ,  શિક્ષણ સમિતિનાં વાઈસ ચેરમેનશ્રી તેજસભાઈ મહેતા સાહેબ, શાસનાધિકારીશ્રી વિનોદભાઈ પરમાર સાહેબ અને ગણમાન્ય મહેમાનોનાં વરદ હસ્તે આપવામાં આવ્યો. તેમજ સમિતિની શાળા નં.૭ ના વિજ્ઞાન શિક્ષકશ્રી તરુણકુમાર શાહનું સમિતિ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.  આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં  કુલ ૫ વિભાગમાં ૮૧ કૃતિઓ બાળવૈજ્ઞાનિકો દ્વારા રજુ કરાઈ. માર્ગદર્શક શિક્ષકશ્રીઓ અને વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહક ઈનામ વેલ્સ્પન  ફાઉન્ડેશન ફોર હેલ્થ એન્ડ નોલેજ દ્વારા આપવામાં આવ્યું હતું. નિર્યાણકો દ્વારા મૂલ્યાંકન કરીને કૃતિઓની પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે પસંદગી કરવામાં આવી 

જેમાં વિભાગ ૧ માં વીરા પ્રા.શાળાની કૃતિ પોષક ધાન્ય ભવિષ્યનું અદ્ભુત અનાજ, માર્ગદર્શક શિક્ષકશ્રી મેહુલભાઈ ફુલતરીયા અને બાળવૈજ્ઞાનિકો ગોસ્વામી આનંદી અને ઝરૂ ક્રિષ્ના, વિભાગ ૨ માં મીઠા પસવારિયા શાળાની કૃતિ વોટર સેવિંગ્સ, માર્ગદર્શક શિક્ષકશ્રી પાદરાઈ વિરલભાઈ, બાળ વૈજ્ઞાનિકો આહિર રાજવિર અને આહિર ઋષિત, વિભાગ ૩ માં મીઠા પસવારિયા શાળાની કૃતિ હેન્ડ એગ્રીક્લચર ટુલ્સ, માર્ગદર્શક શિક્ષકશ્રી વિરલભાઈ પાદરાઈ, બાળવૈજ્ઞાનિકો આહિર પાર્થ અને આહિર સિદ્ધાર્થ, વિભાગ ૪ માં હીરાપર કુમાર શાળાની કૃતિ સ્વયંમ સંચાલિત રેલવે ફાટક, માર્ગદર્શક શિક્ષકશ્રી ચાવડા હેતલબેન, બાળવૈજ્ઞાનિકો માતા મેહુલ અને ઢીલા ક્રિષ્ના, વિભાગ ૫ માં અજાપર  પ્રાથમિક શાળાની કૃતિ ડિજિટલ કિચેઈન, માર્ગદર્શક શિક્ષકશ્રી માંકડિયા હેતલબેન, બાળવૈજ્ઞાનિકો રબારી રવજી અને રબારી હિતેશ પ્રથમ ક્રમાંકે રહ્યા. 

 

ઉપરોક્ત તમામ કૃતિઓ હવે જિલ્લા કક્ષાએ અંજાર તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પિયુષભાઈ ડાંગર અને આભારવિધિ તેજસભાઈ મહેતાએ કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવાં માટે બી.આર.સી.કો.ઓર્ડીનેટર મયુરભાઈ પટેલ, તમામ બ્લોક સ્ટાફે તેમજ શ્રી નાલંદા વિદ્યામંદિરના તમામ સ્ટાફે જહેમત ઉઠાવી. તેવું મહેશભાઈ દેસાઈની યાદીમાં જણાવાયું છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain