કચ્છ જીલ્લાના ગાધીધામ થી ઝડપાયો ડ્રગ્સનો મોટો જથ્થો, ૫૦૦ કરોડનું ૮૦ કિલો ડ્રગ્સ ઝડપાયું
પ્ર.તી.તસ્વીર
આ ડ્રગ્સને એફએસએલમાં તપાસ અર્થે મોકલાતા પ્રાથમિક તપાસમાં કોકેઈન હોવાનું સામે આવ્યું
કચ્છમાંથી વધુ એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાઈ જવા પામ્યો હતો. પૂર્વ કચ્છ પોલીસે દરિયા કિનારેથી ૮૦ કિલોથી વધુનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ ડ્રગ્સની કિંમત આશરે ૫૦૦ કરોડથી વધુ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. દરિયા કિનારેથી બિનવારસી સ્થિતિમાં ડ્રગ્સ મળી આવ્યું છે. આ ડ્રગ્સને એફએસએલમાં તપાસ અર્થે મોકલાતા પ્રાથમિક તપાસમાં કોકેઈન હોવાનું સામે આવ્યું છે ત્યારે બીએસએફ દ્વારા તે દિશામાં તપાસ હાથ ધરી હતી
સ્થાનિક પૂર્વ કચ્છ - ગાંધીધામ પોલીસને પોતાની ધારદાર અને મથામણભરી કાર્યવાહી બાદ આ જંગી જથ્થો મીઠીરોહર દરિયાકિનારે લાવારીસ અવસ્થામાં મળી આવ્યો હોવાનું સામે આવ્યું હતું
ત્યારે પોલીસ દ્વારા આ ડ્રગ્સ કોણે મંગાવ્યું હતું તે તરફ તપાસની આગળ ની કાર્યવાહી ધરવામા આવી.
આ બનાવના પગલે અન્ય તમામ એજન્સીઓ આ કેસની તપાસમાં ઉતરી પડી છે અને આવનારા કલાકોમાં જ મોટા માથાઓના નામો ખલ્લે એવી સંભાવના ની ચર્ચાઓ થઈ રહી છે. કચ્છના તમામ આલા દરજ્જાના અધિકારીઓ હાલ ગાંધીધામમાં ઉપસ્થિત થઈ ગયા છે.
Post a Comment