વિસનગર ની નુતન હોસ્પિટલમા અમદાવાદ ના એસવીપી ના મુખ્ય ડૉક્ટર જે વી મોદી એ કરી સારવાર પરિવાર ને સરકારી કાડૅ માં સારવાર થતાં રાહત ચેરમેન પ્રકાશભાઈ પટેલ ની ટીમ નો માન્યો આભાર
રાજકોટના ૨૫ વર્ષની લક્ષ્મી ૪ વર્ષથી મણકાની તકલીફથી પીડાઇ રહી હતી*
........
*બે વખત સર્જરી કરાવ્યા બાદ પણ પીડા દૂર ન થઇ !*
*અમદાવાદ સિવિલ હોસ્પિટલના પુર્વ સુપ્રીટેન્ડન્ટ અને ખ્યાતનામ સ્પાઇન સર્જન ડૉ જે.વી. મોદી દ્વારા રીવીઝન સ્પાઇન સર્જરી કરીને લક્ષ્મીને પીડામુક્ત કરાયા*
.......
*વિસનગરની નૂતન હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ અંતર્ગત ૫ થી ૬ લાખની ખર્ચાળ સર્જરી નિ:શુલ્ક ઉપલબ્ધ બની*
.......
રાજકોટ શહેર ની ૨૫ વર્ષની યુવતી લક્ષ્મી પરમાર ૪ વર્ષ પહેલાં મણકાના ટીબીના રોગ થી પીડાતી હતી. જેની સારવાર માટે તેણીએ અમદાવાદ ખાતે આવેલી SVP હોસ્પિટલમાં જઈ તેનું ઓપરેશન કરાવ્યું.
પરંતુ એકાદ વર્ષના સમયગાળા પછી મણકામાં નાખેલા સળિયા તૂટી જતાં તેમને તકલીફ વધી ગઈ. દર્દીને રાજકોટ ખાતે ખાનગી હોસ્પીટલમાં તૂટી ગયેલા સળિયા કઢાવવાની સલાહ આપતા એમણે એ ઓપેરેશન કરાવ્યું અને સળિયા કઢાવ્યા.
પરંતું ત્યાર બાદ મણકા વધારે દબાતા પીઠમાં ખૂંધ નીકળવાની સાથે તકલીફો અનેક ગણી વધી ગઈ. દર્દીએ રાજકોટના અનેક તબીબોને બતાવી તેમનાં મંતવ્યો લીધા પરંતુ સંતોષકારક જવાબ મળ્યો નહિ અને ઓપરેશનનો ખર્ચ ૫ થી ૬લાખ રૂપિયા જેટલો થશે એમ જણાવ્યું.
આર્થિક રીતે નબળા વર્ગના પરિવારની દીકરીની સારવાર માટે પરિવાર અસમંજસ માં મુકાઈ ગયો. ત્યારબાદ રાજકોટના એક તબીબે તેમને ડૉ. જે.વી.મોદી વિશે જણાવ્યુ. જેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલના ભૂતપૂર્વ સુપરિટેન્ડેન્ટ છે અને હાલ વિસનગર ખાતે આવેલી નૂતન જનરલ હોસ્પિલમાં ઓર્થોપેડીક વિભાગના વડા તરીકે ફરજ બજાવે છે.
દર્દી અમદાવાદ ખાતે ડૉ.મોદીની સલાહ લીધી અને તેમણે દર્દીને એ આયુષ્માન ભારત યોજનામાં વિસનગર ખાતે નિઃશુલ્ક સર્જરી કરાવવાની સલાહ આપી.
રાજકોટ શહેરમાં રહેતા પરિવાર માટે મહેસાણા જીલ્લાના વિસનગર શહેરનું નામ અજાણ્યું હતું તેમ છતાં દર્દીએ તબીબ પર શ્રધ્ધા રાખી વિસનગર ખાતેની નૂતન હોસ્પીટલમાં દાખલ થવાનુ નક્કી કર્યું.
અતિ દુર્લભ, જટિલ તેમજ ખુબજ ખર્ચાળ ગણાતા આ ઓપેરેશનને કઈ રીતે પાર પાડવું એ પણ એક પડકાર હતો. હોસ્પીટલના ચેરમેન શ્રી પ્રકાશભાઈ તથા ટ્રસ્ટી ગણ એ આ દીકરીના ઓપેરેશન માં કાર્ડ ઉપરાંત થતો પણ તમામ ખર્ચો ઉપાડવાની જવાબદારી લીધી.
યોગ્ય તપાસ અને તૈયારી બાદ આ ઓપેરેશન સફળતા પુર્વકપાર પાડવામાં આવ્યું. ઓપેરેશનમાં જોખમ ઘટાડવા ન્યુરોમોનીટરીંગ જેવી અત્યાધુનિક અને મોંઘી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો. ઓપેરેશનબાદ દર્દી બીજા જ દિવસે ચાલવા લાગ્યા.
વિસનગરની નૂતન હોસ્પિટલ ખાતે આ ખૂબ મોંઘી અને જટિલ ગણાતી સ્પાઈન સર્જરી આયુષ્માન ભારત યોજના હેઠળ સંપૂર્ણપણે નિ:શુલ્ક થઇ. દર્દી તેમજ તેના પરિવારના સભ્યો એ સારવાર બદલ ડૉ. જે.વી.મોદી તથા તેમની ટીમ, ચેરમેન શ્રી અને ટ્રસ્ટી ગણનો આભાર વ્યક્ત કર્યો હતો - રીપોટર ફારૂક મેમણ ખેરાલુ
Post a Comment