મોટી ચિરઈ ગામે બદલી થયેલ શિક્ષકોનો વિદાય-સન્માન સમારોહ યોજાયો

 મોટી ચિરઈ ગામે બદલી થયેલ શિક્ષકોનો વિદાય-સન્માન સમારોહ યોજાયો

આજ રોજ મોટી ચિરઈ ગામની ખોડીયારનગર પ્રા.શાળામાંથી નાનુભા સોલંકી,પ્રકાશભાઈ મકવાણા, ભરતભાઈ પટેલ અને રેણુકાબેન પટેલની બદલી થતા વિદાય-સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી હરપાલસિંહ,માજી સરપંચશ્રી હરપાલસિંહ, ભરતસિંહ, વાઘુભા, નરેન્દ્રસિંહ, તખુભા, કકુબેન, લાલજીભાઈ, ભાવેશભાઈ, મુકેન્દ્રસિંહ, અમરતભાઈ, દશરથભાઈ, મામદભાઈ, સાધુરામ, હિતેશભાઈ, પ્રકાશભાઈ, હિરેનભાઈ તેમજ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. દિપ પ્રાગટયથી કાર્યક્રમની શરૂઆત કર્યા બાદ શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત અને વિદાય ગીત રજુ કરવામાં આવ્યું. શાળાના આચાર્ય દિગ્વિજયસિંહ દ્વારા મેહમાનોનું શાબ્દિક સ્વાગત કર્યા બાદ પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું. ત્યાર બાદ માજી સરપંચશ્રી હરપાલસિંહ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું. ત્યારબાદ બદલી પામેલ શિક્ષકોએ તેમના સેવા કાળ દરમિયાનના અનુભવો રજુ કર્યા. ત્યારબાદ સરપંચશ્રી અને ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ દ્વારા બદલી પામેલ શિક્ષકોનુ સન્માન પત્ર અને ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું. આમંત્રિત મહેમાનો, શાળામાં કાર્યરત શિક્ષકો અને ગ્રામજનો દ્વારા સાલ તેમજ ભેટ અર્પણ કરી બદલી પામેલ શિક્ષકોનુ સન્માન કરવામાં આવ્યું. બદલી પામેલ શિક્ષકો દ્વારા શાળાના વિદ્યાર્થીઓ અને શાળાને ભેટ અર્પણ કરવામાં આવી. કાર્યક્રમના અંતમાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનો દ્વારા ફૂલ પાંદડી અર્પણ કરી અશ્રુભીની આંખે  બદલી પામેલ શિક્ષકોને વિદાય આપવામાં આવી તેમજ આમંત્રિત મેહમાનોનો અને ગ્રામજનોનો આભાર માની સૌ સાથે ભોજન લઇ છુટા પડ્યા. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકો દિગ્વિજયસિંહ, મોહનીશભાઈ, વિજયભાઈ અને દક્ષાબેને જેહમત ઉઠાવી હતી.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain