અંજાર મધ્યે આહીર સમાજના અધિકારી- કર્મચારીઓનું સ્નેહ મિલન અને સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

 અંજાર મધ્યે આહીર સમાજના અધિકારી- કર્મચારીઓનું સ્નેહ મિલન અને સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

શ્રી કચ્છ આહીર કર્મચારી મંડળ દ્વારા ગત તા.24/09/2023 રવિવારના રોજ આહીર બોર્ડિંગ અંજાર મધ્યે કચ્છ જિલ્લામાં ફરજ બજાવતા આહીર સમાજના સરકારી અધિકારી-કર્મચારીશ્રીઓનું સ્નેહ મિલન અને સન્માન સમારંભ અંજારના જનપ્રિય ધારાસભ્ય અને નિવૃત આચાર્યશ્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષ સ્થાને યોજાઇ ગયું. કાર્યક્રમની શુભ શરૂઆત સચ્ચિદાનંદ મંદિર અંજારના મહંતશ્રી ત્રિકામદાશજી મહારાજ અને ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ છાંગા તથા મંચસ્થ મહાનુભાવો દ્વારા કરવામાં આવી હતી. મહંતશ્રી ત્રિકમદાશજી મહારાજે પોતાના આશીર્વચન પ્રવચનમાં છેલ્લા વર્ષોમાં આહીર સમાજ આર્થિક, રાજકીય ક્ષેત્રની સાથે શિક્ષણમાં પણ ખૂબ આગળ વધીને સરકારી નોકરી લેતો થયો છે. આ ગતિને ચાલુ રાખીને પ્રગતિમાં પરિવર્તિત કરવાનું પણ આહ્વાન કર્યું હતું. નિવૃત આચાર્યના રૂએ હાજર રહેલ અંજારના ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ છાંગાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું કે 80-90 ના દાયકામાં સમગ્ર કચ્છભર માંથી કોઈ એક આહીરનો છોકરો સરકારી નોકરીમાં લાગે તો સમગ્ર કચ્છ જિલ્લાના આહીર સમાજ લોકો  ઘણા લાંબા સમય સુધી તે એક જ અધિકારી- કર્મચારીનું નામ લઈને ગૌરવની લાગણી અનુભવતું હતું. પરંતુ આજે  કચ્છ આહીર સમાજ નહિ કે માત્ર શિક્ષણમાં પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરીને સરકારી નોકરીઓમાં એક સાથે મોટી માત્રામાં લાગે છે. આહીર સમાજે ભવિષ્યમાં શિક્ષણ અને સંગઠન ઉપર ખાસ ભાર મૂકીને આગળ વધી સમૃદ્ધ સમાજનું નિર્માણ શક્ય છે તે વાતનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. તે ઉપરાંત કચ્છ આહિર મંડળના પ્રમુખ તેજાબાપા અને મંત્રી નારણભાઇ ડાંગરએ પણ કાર્યક્રમને અનુરૂપ માર્ગદર્શન આપ્યું હતુ. રાવલિયા સાહેબ એ પણ દરેક કર્મચારી એકબીજાને ખંભે ખંભો મિલાવીને ઉભો રહે તેના માટે પ્રેરણા પુરી પાડી હતી.

આહીર સમાજના ક્લાસ 1 અને 2 અધિકારીઓ જે કચ્છ જિલ્લામાં ફરજ બજાવે છે  41 તેવા અધિકારીશ્રીનું, કચ્છ જિલ્લામાં સરકારી સેવા માંથી નિવૃત થયેલા આહીર સમાજના 112 સરકારી કર્મચારીઓનું, જાન્યુઆરી 2023 બાદ સરકારી નોકરીમાં લાગેલા 190 આહીર યુવાન અને યુવતીઓનું અને જે વાલીના ત્રણ કે ત્રણ થી વધુ સંતાનો સરકારી નોકરીઓમાં જોડાયેલા છે તેવા 09 વાલીઓ સન્માનમાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સમગ્ર કચ્છ જિલ્લામાં ફરજ બજાવતા આહીર અધિકારી- કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.  શાબ્દિક સ્વાગત બળવંતભાઈ છાંગાએ અને આભાર વિધિ હરિભાઈ જાટીયા એ કરી હતી. સંપૂર્ણ કાર્યક્રમની વ્યવસ્થા શ્રી આહીર કર્મચારી મંડળના કાર્યકર મિત્રોએ અને શ્રી મુરલીધર વિદ્યા મંદિર અંજારના સ્ટાફ ગણ તથા વિદ્યાર્થીઓએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પિયુષભાઈ ડાંગર અને કરસનભાઈ મરંડ એ કર્યુ હતુ.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain