બી'ડીવીઝન ગાંધીધામ પો.સ્ટે વિસ્તારમાં પડાણા ખાતે આવેલ ગોડાઉન માંથી રૂ.૭,૨૦,૦૦૦/- ના લોરીક એસીડ ની થયેલ ઘરફોડ ચોરીના આઠ આરોપીઓને પકડી પાડી અગાઉ થયેલ લાકડા ચોરી સહીત બે ગુના સયુંક્ત રીતે સોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાંચ પૂર્વ-કચ્છ ગાંધીધામ તથા બી’ડીવીઝન ગાંધીધામ પોલીસ
પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જીલ્લામાં મિલ્કત સબંધી વણશોધાયેલ ગુનાઓ શોધવા માટે ખાસ સુચના આપવામાં આવેલ હોય જેથી પોલીસ ઇન્સપેક્ટર શ્રી એમ.એમ.જાડેજા એલ.સી.બી તથા શ્રી એમ.ડી.ચૌધરી પોલીસ ઈન્સપેક્ટર બી'ડીવીઝન ગાંધીધામ પો.સ્ટે નાઓની આગેવાનીમાં એલ.સી.બી તથા બી’ડીવીઝન ની ટીમ મિક્ત સબંધી ગુનાઓના આરોપીઓ શોધવા પ્રયત્નશીલ હતી તે દરમ્યાન બાતમી હકીક્ત મળેલ કે અગાઉ ચોરીઓના ગુનાઓમાં પકડાયેલ નીચે મુજબના આરોપીઓ એ પડાણા ખાતે આવેલ શ્રીજી વેરહાઉસ એન્ડ લોજેસ્ટીક ના ગોડાઉન માંથી લોરીક એસીડ ની રૂ.૭,૨૦,૦૦૦/- ની ચોરી કરેલ છે અને મુદામાલ સહ આરોપી મારફતે વેચી નાખેલ છે તેવી ચોક્કાસ હકીકત આધા૨ી જરૂરી વર્ક આઉટ કરી આ ગુનામાં સંડોવાયેલ નીચે મુજબના આરોપીઓને પકડી પાડી આગલની તપાસ કાર્યવાહી એલ.સી.બી દ્વારા ચલાવવામાં આવી રહેલ છે
આરોપીઓ ના નામ- (૧) હાજી ભચુ નાગડા (૨) અકબર ઉર્ફે અકુડો હુશેન પરીટ (3) જુબેશ ઉર્ફે રોમન હકીમભાઇ ૫રીટ (૪) કાદર જુશબ પરીટ (૫) વસીમ અકરમ ૨મજુભાઈ લુહાર (૬) રહીમ અનવર ખલીફા(૭) ઇમરાન ભચુભાઇ નાગડા રહે તમામ નાની ગ્રીરઇ તા.ભચાઉ (૮) હરેશ નાથાલાલ વડેચા રહે.બાગેથી -૫ વર્ષામેડી તા.અંજાર મુદામાલ વેચાણ કરાવનાર
શોધેલ ગુનાના નંબ૨ – (૧) બી’ડીવીઝ ગાંધીધામ ગુ.૨.૫-૧૦૨૦/૨૩ ઈ.પી.કો- ૪૫૪,૪૫૭,૩૮૦ (૨) બી’ડીવીઝન ગાંધીધામ પો.સ્ટે ગુ.૨.૫-૦૦૩૨/૨૩ ઇ.પી.કો ૩૭૯,૪૪૭
આ કામગી૨ી લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એમ.એમ.જાડેજા તથા બી'ડીવીઝન ગાંધીધામ પો.સ્ટે ના પો.ઇન્સ એમ.ડી.ચૌધરી એલ.સી.બી સ્ટાફ તથા બી’ડીવી. ગાંધીધામ પો.સ્ટેના સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.
Post a Comment