કચ્છ માં સરકારી જમીન પાછલા બારણે કમિશનની લાલચમાં પાણીના ભાવે બિલ્ડર ને વેચનાર પ્રદીપ શર્મા જેલ હવાલે

 કચ્છ માં સરકારી જમીન પાછલા બારણે કમિશનની  લાલચમાં પાણીના ભાવે બિલ્ડર ને વેચનાર પ્રદીપ શર્મા જેલ હવાલે તો બિલ્ડર ને ચાર દિવસ ના રીમાન્ડ  ભુજ પંથકના બિલ્ડર લોબીમાં છવાયો ભુકંપ

ભુજના એરપોર્ટ રોડ પરથી કરોડોની કિંમતી જમીન નિયમ વિરૂધ્ધ આપી દેવાના દોઢ દાયકા પહેલાના કેસમાં CID ક્રાઇમમા પુર્વ કલેકટર પ્રદિપ શર્મા તત્કાલીન નિવાસી કલેકટર તથા બિલ્ડર સંજય શાહ સામે ફરીયાદ નોંધાયા બાદ સંજય શાહ તથા પ્રદિપ શર્માની ધરપકડ કરી ભુજ કોર્ટમાંથી બે દિવસના રીમાન્ડ લેવાયા હતા જે આજે પુર્ણ થતા બન્નેને કોર્ટમાં રજુ કરાયા હતા. જેમાં પ્રદિપ શર્માને ફરી એક વાર પાલારા જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે કેસની ગંભીરતાને ધ્યાને લેતા ખ્યાતનામ બિલ્ડર સંજય શાહના વધુ રીમાન્ડની માંગ કરાઇ હતી.

ભુજની રોડ ટચ આવેલી સરકારી ખરાબાની કરોડોની લાગુ જમીનને બજાર કરતા ઓછી કિંમતે બીનખેતી માટે મંજુરી આપી સરકાર સાથે છેતરપીંડી વિશ્વાસઘાત કરવાના કેસમાં કચ્છના પૂર્વ કલેકટર પ્રદિપ શર્મા અને જમીન પાસ કરાવનારા બિલ્ડર સંજય છોટાલાલ શાહના બે દિવસના રિમાન્ડ પૂરા થતાં સીઆઇડી ક્રાઇમે બન્ને આરોપીઓને ફરાધર રિમાન્ડ સાથે કોર્ટમાં રજુ કરતાં અદાલતે પૂર્વ કલેક્ટરને જ્યુડીશીય કસ્ટડીમાં મોકલવાનો અને બિલ્ડરના વાધુ ચાર દિવસના રિમાન્ડ આપતો હુકમ કર્યો હતો.

ભુજના નાયબ મામલતદારે સીઆઇડી ક્રાઇમ બોર્ડર જોન ભુજની કચેરીમાં પૂર્વ કલેકટર પ્રદિપ શર્મા અને ભુજના બિલ્ડર સંજય શાહ સહિતનાઓ સામે ભુજની સરકારી ખરાબાની લાગુ જમીન પોતાના હોદાના રૃહે સરકારને નૂકશાન પહોંચે તે રીતે શરતોનો ભંગ કરીને બીનખેતી માટેની મંજુરીનો હુકમ કરી સરકાર સાથે છેતરપીંડી કર્યા સબબ ફરિયાદ નોંધાવી હતી. જેમાં સીઆઇડી ક્રાઇમે પૂર્વ કલેકટર અને બિલ્ડરની ધરપકડ કરીને સોમવાર સુાધીના રિમાન્ડ મેળવ્યા હતા. જે પૂરા થતાં વાધુ રીમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરાયા હતા. જેમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા બિલ્ડર સંજય શાહ પાસેાથી દસ્તાવેજી પુરાવાઓ એકત્રિત કરવાના હોવાનું કારણ જણાવી વાધુ રિમાન્ડની માગણી કરી હતી. કોર્ટમાં કાયદાકીય ઉાધલપાથલ વચ્ચે ભારે દલીલો બાદ કોર્ટે સંજય શાહના ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. જ્યારે પૂર્વ કલેક્ટરને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવા હુકમ કર્યો હતો.

સંજય શાહનો તપાસમાં સહકાર આપ્યો નહી શુક્રવારે મોડી રાત્રે સંજય શાહની ધરપકડ બાદ તેને ભુજ લવાયા હતા અને કોર્ટમાંથી તેના બે દિવસના રીમાન્ડ મેળવાયા હતા જો કે અત્યાર સુધીની તપાસમાં તે સહકાર ન આપતા હોવાનુ ચિત્ર ઉપસી રહ્યુ છે. જેમા ખાસ તો જમીનના દસ્તાવેજો ક્યા છે? જમીનના પ્લોટ પાડી વહેચાયા છે તો કોને વહેંચાયા છે?. કઇ રીતે અને કોની મદદથી આ જમીન મંજુર કરાવી? આવા તમામ બાબતોના પ્રશ્ર્નોના તે યોગ્ય જવાબ આપાતા નથી જો કે તપાસમાં આ તમામ સવાલોના જવાબ મેળવવા અગત્યના હોય આજે તેના વધુ રીમાન્ડ મંગાયા હતા જે મંજુર કરાયા છે દરમ્યાન કેસમાં મહત્વની કડીઓ મેળવવા પ્રયત્નો કરાશે અત્રે નોંધનીય છે કે અત્યાર સુધી સરકારના મહત્વના પ્રોજેક્ટમા સંજય શાહના અનેક કામો ચાલતા હતા જો કે અચાનક દોઢ દાયકા જુના કેસમાં તેની સંડોવણી ખુલતા કેસની ચર્ચા કચ્છથી લઇ ગાંધીનગર સુધી છે. જો કે હવે જોવુ અગત્યનુ રહેશે કે રીમાન્ડ દરમ્યાન મોટા બિલ્ડર પાસેથી તપાસ એજન્સી કેવી માહિતી કઢાવી શકે છે - રીપોર્ટ બાય - મહેશ રાજગોર ભચાઉ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain