ગંભી૨ પ્રકારના ગુના કામેના છેલ્લા દોઢેક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ભચાઉ પોલીસ

 ગંભી૨ પ્રકારના ગુના કામેના છેલ્લા દોઢેક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ભચાઉ પોલીસ

પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ તરફથી જીલ્લામાં ગુના કામેના નાસતા ફરતા આરોપીઓ પકડવાની ડ્રાઇવ ચાલુમાં હોઈ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા ભચાઉ વિભાગ નાઓ ત૨ફથી નાસતા ફરતા આરોપી પકડી પાડવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી.ખાંભલા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર એસ.જી.ખાંભલા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.૨.નં ૦૬૬/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૩૩ ૩૦૭  ૩૨૩ ૧૪૩ ૧૪૭ ૧૪૯ ૨૯૪(૫) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુના કામે છેલ્લા દોઢેક વર્ષથી નાસતા ફરતા આરોપી મનસુખ ગોકળભાઈ ચાવડા (કોલી) ઉ.૫ ૨૯ રહે ખડી વિસ્તાર મનફરા તા.ભચાઉ વાળો પોતાના ઘરે હાજ૨ હોઇ જે બાતમી હકીકત આધારે સદર હું બાતમી હકીકત વાળી જગ્યાએ જઈ મજકુર ઇસમને પકડી પાડી પકડાયેલ ઈસમ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડારોલ આરોપી: (૧) મનસુખ ગોકળભાઇ ચાવડા (કોલી) ઉ.૫ ૨૯ રહે ખડી વિસ્તાર મનફરા તા.ભચાઉ

નીચેના ગુના કામે આરોપી પકડવાનો બાકી છે. (૧) ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.૨.નં ૦૬૬/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૩૩ ૩૦૯ ૩૨૩ ૧૪૩ ૧૪૭ ૧૪૯ ૨૯૪(૫) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ


આ કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટર એસ.જી.ખાંભલા તથા પો.સબ.ઈન્સ પી.એન.ગમાર તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain