ગાંધીધામમાં જાયન્ટસ ગ્રુપ ઓફ ગાંધીધામ સાહેલી ચેમ્પિયન ની શપથવિધિ યોજવામાં આવી

ગાંધીધામમાં જાયન્ટસ ગ્રુપ ઓફ ગાંધીધામ  સાહેલી ચેમ્પિયન ની શપથવિધિ યોજવામાં આવી

જાયન્ટસ ગ્રૂપ ઓફ ગાંધીધામ સાહેલી નાં નવયુક્ત પ્રમુખ શ્રી ઈશાની બેન પંકજ ગીરી ગોસ્વામી ની શપથવિધિ તથા કારોબારી ટીમ નુ પદગ્રહણ સમારોહ રાજ્યના પ્રમુખ શ્રી શાંતિલાલભાઈ પટેલ નાં મુખ્ય મહેમાન પદે તથા ઇન્સ્ટોલેશન ઓફિસર ના નેજા હેઠળ અને તેજલ બેન શાહ ના અધ્યક્ષ સ્થાને હોટેલ ધ શિવ ગ્રાન્ડ ગાંધીધામ ખાતે યોજવામાં આવી.

આ કાર્યક્રમ માં દીપ પ્રાગટ્ય માં જાણીતા એવા ઉદ્યોગપતિ જખાભાઈ હુંબલ, ફેડરેશન પ્રેસિડેન્ટ શાંતિલાલ પટેલ, અંજાર નગરપાલિકાના નિલેશગીરી એ ગોસ્વામી, વાઈસ પ્રેસિડેન્ટ ડોક્ટર મધુકાંત આચાર્ય, કોર્ડીનેટર શ્રી કલ્પનાબેન જોશી, મંત્રી શ્રી પ્રદીપભાઈ જોશી, યુનિટ ડાયરેક્ટર અસ્મિતાબેન બલદાણીયા, સ્વામિનારાયણ વિદ્યામંદિર ના પ્રિન્સિપલ વીજલબેન ચંદુલાલ ગઢવી, તથા નગરપાલિકાના નવયુક્ત પ્રમુખશ્રી તેજસ શેઠ નાં હસ્તે કરવામાં આવ્યું.

આ પ્રસંગે જખાભાઈ હુંબલ તરફથી 3 જરૂરિયાત મંદ બહેનોને સિલાઈ મશીન આપવાનો  પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો. તથા  શાળા નાં પ્રિન્સિપલ શિક્ષકો ને વિશિષ્ટ કામગીરી માટે એવોર્ડ તથા વૉકસેનલ ટ્રેનિંગ કોર્સ કરેલ બહેનોને સર્ટિફિકેટ વિતરણ નો પ્રોજેક્ટ મંચસ્થ મહેમાનો ના હસ્તે આપવામાં આવ્યું હતુ .આ પ્રસંગે સમસ્ત કચ્છમાંથી ફેડરેશનના પદાધિકારીઓ તથા યુનિટ ડાયરેક્ટરો નુ સન્માન ઈશાની બેન ગોસ્વામી તથા ગાંધીધામ સાહેલીની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. ઇન્સ્ટોલેશન ઓફિસર યુનિટ ડાયરેક્ટ ડાયરેક્ટ 9 -અસ્મિતા બલદાણીયાએ પ્રમુખ તથા ગાંધીધામ સાહેલી ની સમગ્ર ટીમને  શપથ લેવડાવ્યા હતા.જાયન્ટસ ગ્રૂપ પૈકી 21 જેટલા સેવાકીય કાર્યો કરતા ગ્રુપના પ્રમુખ મંત્રી હાજર રહ્યા હતા  , તથા ગાંધીધામમાં આવેલા 25 સેવાકીય ગ્રુપોને પણ આમંત્રણ આપી તેમનું પણ સન્માન કરેલ હતું તેમનું સન્માન ઈશનીબેન તથા ગાંધીધામ સાહેલી  ની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. પૂર્વ પ્રમુખ તેજલબેન શાહ દ્વારા નવયુક્ત પ્રમુખ ને બેઝ પેહરવામાં આવ્યો હતો.

અસ્મિતાબેન બલદાણીયા દ્વારા પ્રમુખની  શ્રી ઈશાનીબેન ગોસ્વામીને શપથ લેવડાવી તથા પાઘડી પહેરાવિ સન્માનિત કરવામાં આવ્યા.સંસ્થાના કાર્યોને આગળ વધારવા માનવસેવા જીવદયા ના કાર્યો કરવા માટે શુભેચ્છા પાઠવી હતી જ્યારે ઉદ્યોગપતિ જખાભાઈ હુંબલ એ ગાંધીધામ સાહેલીના કાયમી પ્રોજેક્ટ ની નોંધ લઈ સેવા માટે અભિનંદન પાઠવ્યા હતા. ડોક્ટર મધુકાંત આચાર્ય અને કલ્પનાબેન જોશી નેશનલ એવોર્ડ વિજેતા ગ્રુપને શુભેચ્છા પાઠવતા આરોગ્ય શિક્ષણ અને પર્યાવરણની પ્રવૃત્તિમાં છેવાડાના લોકો સુધી પહોંચાડવાની અપીલ કરી હતી નવયુક્ત પ્રમુખ શ્રી ઈશાનીબેન ગોસ્વામી એ અત્યાર સુધીમાં થયેલ સેવાકીય કાર્યો આવનારા દિવસોમાં સંસ્થા દ્વારા થનાર પ્રવૃત્તિઓના પ્રોજેક્ટ ની રજૂઆત કરી હતી. ગાંધીધામ શહેર નાગરિક નવયુક્ત પ્રમુખ તેજસભાઈ શેઠ છે નવી ટીમને શુભેચ્છા પાઠવી નગરપાલિકા તથા સંસ્થાના સંયુક્ત પ્રોજેક્ટ માટે શક્ય એટલા મદદરૂપ થવા ખાતરી આપી હતી કચ્છમાંથી માંડવી ભુજ માધાપર અંજાર આદિપુર ગાંધીધામ સામખયાળી ગ્રુપોના પ્રતિનિધિઓને નવયુકત પ્રમુખ શ્રી ઈશાનીબેન ગોસ્વામી નું સન્માન કર્યું હતું. ઇન્ટરનેશનલ ઓફિસર અને સંસ્થાના સ્થાપક પ્રમુખ અસ્મિતાબેન બલદાણીયા પાંચ વર્ષમાં ગ્રુપોમાં થયેલ સેવાકીય પ્રોજેક્ટ નો ચિતાર આપ્યો હતો અને સંસ્થાને રાજ્ય અને રાષ્ટ્રીય લેવલે બેસ્ટ પ્રવૃત્તિઓ માટે એવોર્ડ મળ્યા છે તેવું પ્રસંગોચિત ઉદબોધનમાં જણાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કાજલબેન આહિરે કર્યું હતું. જ્યારે આભાર વિધિ ઈશાનીબેન ગોસ્વામી એ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા પંકજ ગીરી ગોસ્વામી મંત્રી હંસાબેન ઠક્કર ખજાનચી ગીતાબેન બલદાણીયા તથા સમગ્ર કારોબારી ટીમને જયમત ઉઠાવી હતી

0/Post a Comment/Comments

Stay Conneted

Domain