જૂનાગઢ તાજેતરમાં ડ્રગ્સ સપ્લાય ના ઉકેલાયેલ ગુન્હાનો મુખ્ય આરોપી અમદાવાદ થી ઝડપાયો
જુનાગઢ શહેરમાં ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરનાર મુખ્ય આરોપીને અમદાવાદ થી જૂનાગઢ એસ.ઓ.જી.ની ટીમે ગુન્હાનો ભેદ ઉકેલાયાના ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો હતો
આ અંગે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી ની સુચના તથા જુનાગઢ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા ના માર્ગદર્શન મુજબ જીલ્લામાં નશીલા પદાર્થો (એન.ડી.પી.એસ.) ની બદી સદંતર નેસ્તનાબુદ કરવા તથા આવા ગે.કા.નશીલા પદાર્થોનું વેંચાણ કરતા ઇસમોને પકડીપાડી કાયદેસરની કાર્યવાહી કરવા માટે ખાસ સુચના આપેલ જે અન્વયે એસ.ઓ.જી. જૂનાગઢના પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.ગોહિલ તથા પો.સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય ગત્ તા.૧૫, સપ્ટેમ્બર ના રોજ શહેરના ઝાંઝરડા ચોકડી ધોરાજી ચોકડી રોડ ડીમાર્ટ નજીક બેલાના પીઠ્ઠામાંથી કુલ-૦૩ ઇસમોને એસ.ઓ.જી દ્વારા મેફેડ્રોન ડ્રગ્સ ૧૭.૦૧ ગ્રામ જેની કિ.રૂ.૧,૭૧,૦૦૦ તથા મોબાઇલ નંગ-૪ કિ.રૂ. ૧,૩૫,૦૦૦ તથા ફોર વ્હીલ કાર કિ.રૂ.૫,૦૦,૦૦૦.મળી કુલ કિ.રૂ.૮,૦૬,૦૦૦.નો મુદ્દામાલ સાથે પકડી પાડી શહેરના બી.ડીવી. પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજી. કરાવેલ જે ગુનામાં ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરનાર મુખ્ય આરોપી દર્શન અશોકભાઇ પારેખ રહે. અમદાવાદ વાળો મળી આવેલ ન હતો. જે બાબતે એસ.ઓ.જીના પોલીસ ઇન્સ. એ.એમ.ગોહિલને ખાનગીરાહે ચોક્ક્સ બાતમી મળેલ કે ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરનાર મુખ્ય આરોપી દર્શન અશોકભાઇ પારેખ રહે. મુળ જૂનાગઢ હાલ અમદાવાદ ખાતે નારોલ વિસ્તારમાં હોય જે હકિકત આધારે એસ.ઓ.જી ની ટીમ દ્રારા આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી માટે જુનાગઢ શહેર બી.ડીવી. પોલીસ સ્ટેશન ખાતે સોપેલ - રીપોર્ટ બાય - શૈલેષ પટેલ. જૂનાગઢ
Post a Comment