કચ્છ ના અંજાર પોલીસ ને ચેલેન્જ કરતા ચોરો મોરબી પરિવાર સાથે ગયેલા ના અંજારમા બંધ મકાનમાં ચોરોએ લાખો ના મતા ની કરી ચોરી

કચ્છ ના અંજાર પોલીસ ને ચેલેન્જ કરતા ચોરો મોરબી પરિવાર સાથે  ગયેલા ના અંજારમા બંધ મકાનમાં ચોરોએ લાખો ના મતા ની કરી ચોરી


ચોર સીસીટીવીમાં કેદ - સુત્રો

પોલીસે તાત્કાલિક સ્થળ પર દોડી જઈ ચોરીનો ભેદ ઉકેલવા એફ.એસ.એલ અને ડોગ સ્કવોડની મદદ લીધી.

અંજારમાં પોલીસ પેટ્રોલીંગનો અભાવ હોવાથી સતત ચોરીના બનાવો બની રહ્યા છે અંજાર તાલુકાના મેઘપર કુંભારડીમાં એમ.પી.એચ.ડબલ્યુ માથડા સબ ડિવિઝનમાં હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા મૂળ પાટણના નિલેશકુમાર વિનોદભાઈ મકવાણા (રહે. મકાન નં ૧૪૫, લક્ષ્મીનગર સોસાયટી, મેઘપર-કુંભારડી) વાળાના પ્રાપ્ત માહિતી મુજબ, શ્રીમાળી કોલોની, હનુમાનજી મંદિર પાસે, મારુતિ ગ્રાઉન્ડની સામે રહેતા અને અંજાર નગરપાલિકાના નિવૃત્ત કર્મચારી રાજેન્દ્રભાઈ શાંતિલાલ દવે તથા તેમના પરિવાર ગત તા.૨૩ના રોજ સવારે મોરબી રહેતા સાળાની વરસી માટે ગયા હતા તે સમયગાળા દરમ્યાન તસ્કરે તેમના મકાનના દરવાજાના ના તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો

જેથી પોસ્ટના ગ્રાહકો અને એક સામાજિક મંડળીની રકમ તેમના ઘરે રાખેલી હતી. જે કુલ રૃ. ૨,૯૫,૯૩૫ હતી તે રોકડ ઉપરાંત ૨૪ કેરેટ સોનાનો ચેન, મગમાળા, વિટી, કાનની બુતી સહિત અંદાજિત ૧૪થી ૧૫ તોલા સોનાના દાગીના મળી કુલ અંદાજિત  કુલ રૂ.૫..૬૫.૯૩૫ની માલમતાની ચોરી થયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતાં આવી હતી.

ધટનાની માહિતી અંજાર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આસપાસના સીસીટીવી કેમેરા તપાસ્યા હતા. જોકે આ બનાવ અંગે અંજાર પોલીસ માથકે મોડી સાંજ સુધી તપાસ કરવામા આવ્યા હતા.જેમાં ડોગ સ્ક્વોડ દ્વારા તસ્કર અંગે ચોક્કસ દિશા દર્શાવવામાં આવતાં પોલીસ એ દિશામાં તપાસના ચક્રો ગતિમાન બનાવ્યા છે આ અંગે પી.આઈ. એસ.ડી. સિસોદિયા અને તેમના સ્ટાફ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે - રીપોર્ટ બાય મહેશ રાજગોર ભચાઉ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain