કચ્છ ના અંજાર ની વીજ કંપનીના અધિકારીઓ એ વડી કચેરી ના આદેશ થી આળસ ખંખેરી બોલાવ્યો સપાટો

કચ્છ ના અંજાર ની વીજ કંપનીના અધિકારીઓ એ વડી કચેરી ના આદેશ થી આળસ ખંખેરી બોલાવ્યો સપાટો

વિજ ચોરી માં માત્ર ૧૪ લાખનો દંડ હકીકત માં થયું કોઈ સેટીગની ચચૉ 

કરોડો રૂપિયા નો દંડ ફટકારાયો હોત પણ કોઈ અધિકારી ફૂટ્યા ની ચચૉ

અબડાસા પંથકમાં ખેતીવાડી વિસ્તારમાં ખાનગી કંપનીઓ માં પણ વીજચોરી ની ઘટના દબાવવાનો પ્રયાસ

અંજાર પાસે ઔદ્યોગિક વીજચોરીમાં મોટું કૌભાંડ કચ્છમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપનીમાં થોડા સમય પહેલાં અબડાસામાં ખેતીવાડીનાં જોડાણોનું શિફ્ટિંગ કૌભાંડ ચાલતું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યા પછી આજે પૂર્વ કચ્છમાં અંજાર પાસેની માન નામની ખાનગી કંપનીમાં વીજચોરી પકડાઇ છે, પરંતુ મોટા ઉદ્યોગ એકમની વાત હોવાથી હવે ઢાંકપીછોડા કરી કરોડોના દંડની સામે 14 લાખનો દંડ કરાયો, પરંતુ દંડ ભરાય એ પહેલાં તો કાયદેસરના વીજ જોડાણ ચાલુ પણ કરી દેવામાં આવ્યાં છે. અંજાર સર્કલ હેઠળ આવતી અંજારની વીજ કચેરીની ટીમોએ વીજચોરી પકડી છે 

પૂર્વ કચ્છ પીજીવીસીએલ કચેરીના ત્રણ સબ ડિવિઝનમાંથી કરોડો રૂપિયાની ચોરી પકડીને દંડ વસૂલવામાં આવે છે ત્યારે ખેડોઈ ગામના મયૂરધ્વજસિંહ જાડેજાએ પીજીવીસીએલને માન કંપનીમાં વીજચોરી બાબતે જાણકારી આપતાં ગત તા. ૯/૯/૨૩ના વીજ ચેકિંગ કરાતાં મોટી રકમની વીજચોરી પકડાઈ હતી. જોકે, સ્ટીલ ઉત્પાદન કરતી માન કંપનીની વીજચોરીના મામલામાં પીજીવીસીએલ દ્વારા ફકત રૂ. ૧૪ લાખનો દંડ કરાતાં સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. 

સમગ્ર મામલે અંજારના કાર્યપાલક ઈજનેર ધામેચાને પૂછતાં તેમણે વીજચોરી પકડાયા બાદ રૂ.૧૪ લાખનો દંડ કરાયો છે, પરંતુ નિયમ મુજબ ગ્રાહકને વાંધા રજૂ કરવાની છૂટ હોય છે. એટલે માન કંપનીએ ટેકનિકલ મુદ્દા બાબતે વાંધા રજૂ કર્યા છે એટલે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક બાદ દંડનો અંતિમ આંક નક્કી થશે. વધુમાં જણાવ્યું હતું કે, માન કંપનીમાં અગાઉ તા.૨૮/૮/૨૩ના પણ ચેકિંગ કરાયું હતું પણ તે ચેકિંગ સીટનો રિપોર્ટ હાલ મારી પાસે નથી. તો બીજીતરફે, અધીક્ષક ઈજનેર અતુલ ચૌધરીએ ફોન રિસીવ ન કરતાં તેમનો પક્ષ જાણી શકાયો ન હતો.

જાણકારો કહ્યા મુજબ, કંપનીએ વાંધા રજૂ કર્યા છે એ સંજોગોમાં દંડની રકમમાં ઘટાડો થવાની પણ શક્યતા છે અને એટલું જ નહીં પરંતુ કોઈ ગ્રાહક ચેકિંગ દરમ્યાન વીજચોરી કરતા પકડાય તો જ્યાં સુધી દંડની રકમ ન ભરે ત્યાં નવું વીજ જોડાણ આપી શકાતું નથી તેવો નિયમ હોવા છતાં પીજીવીસીએલે કંપનીને વીજ જોડાણ મું આપી દીધું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે - રીપોર્ટ બાય - મહેશ રાજગોર ભચાઉ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain