કચ્છ પંથકમાં બનાવટી પાસપોર્ટ અને હવાલા ફ્રોડ ના આરોપી ને પોલિસ કર્યો જેલ હવાલે

 કચ્છ પંથકમાં બનાવટી પાસપોર્ટ અને હવાલા ફ્રોડ ના આરોપી ને પોલિસ કર્યો જેલ હવાલે

હવાલા, બનાવટી પાસપોર્ટ સહિતના અનેક કેસમાં આરોપી જખૌના ૧૫૦ કરોડના ડ્રગ્સ કેસમાં નિરંજન શાહને જેલ હવાલે કરાયો

રિમાન્ડ પૂર્ણ થતાં એટીએસે આરોપીને નલિયા કોર્ટમાં રજૂ કર્યો હતો

ડ્રગ્સની હેરાફેરી, હવાલા કૌભાંડ, બનાવટી પાસપોર્ટ સહિતના અનેક કેસમાં સંડોવાયેલા કુખ્યાત નિરંજન શાહનો વર્ષ ૨૦૨૧ના જખૌના ૧૫૦ કરોડના ડ્રગ્સ કેસમાં એટીએસ દ્વારા કબજો મેળવી તેને નલિયા કાર્ટમાં રજૂ કરી ૧૨ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. જે રિમાન્ડ આજે પૂર્ણ થતાં એટીએસ દ્વારા આજે બપોરે તેને નલિયા કોર્ટમાં રજૂ કરાતાં તેને જેલ હવાલે કરવા હુકમ કર્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ, જખૌના ૧૫૦ કરોડના ડ્રગ્સ કેસમાં હવાલા કૌભાંડ, બનાવટી પાસપોર્ટ સહિતના અનેક - કેસમાં સંડોવાયેલા મુંબઈના કુખ્યાત નિરંજન શાહનું નામ પ્રકાશમાં આવતાં એટીએસ દ્વારા આ શખસનો ટ્રાન્સફર વોરંટના આધારે પટનાની બઉર સેન્ટ્રલ જેલમાંથી કબજો મેળવી તેને ભુજની નલિયા કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ મેળવવાની અરજ કરવામાં આવતાં અદાલતે નિરંજન જયંતીલાલ શાહને ૧૨ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. આ રિમાન્ડ તા.૨૬ના રોજ પૂર્ણ થતાં એટીએસ દ્વારા આજે બપોરે ૧ વાગ્યે તેને નલિયાની અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો. અદાલતે નિરંજન શાહને – જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain