માં આશાપુરા યુવા ગ્રુપ ના સ્વયંસેવકો દ્વારા એક નવી પહેલ કરવામાં આવી જેમાં દર રવિવારે ધાર્મિક અને સામાજિક પ્રવૃતિઓ જેવા કાર્યો કરવામાં આવશે
મુંદરા મધ્યે માં આશાપુરા યુવા ગ્રુપ દ્વારા છેલ્લા ઘણાં સમયથી દેશહિતના કાર્યો,સમાજ કલ્યાણના કાર્યો, ધાર્મિક ઉત્સવો ની ઉજવણી કરવામાં આવે છે જેમાં માં આશાપુરા યુવા ગ્રુપ દ્વારા નવું પંખ ઉમેરી ને એક નવી પહેલ કરવામાં આવી છે
માં આશાપુરા યુવા દ્વારા દર રવિવારે કોઈપણ જનસેવા રૂપે ધાર્મિક અથવા સામાજિક કાર્ય કરવું એવું નક્કી કરેલું છે સાથે દર રવિવારે સવારે એક કલાક મુન્દ્રા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા બાળકોને પાયાનો શિક્ષણ મળે તે હેતુથી ગ્રુપના યુવા કાર્યકર્તાઓ દ્વારા તેઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે જેથી બાળકો શિક્ષિત બને અને ભવિષ્યમાં રાષ્ટ્રહિતના કાર્યો પણ કરી શકે માં આશાપુરા યુવા ગ્રુપના કાર્યકર્તાઓ દ્વારા ઘણા સમયથી આવા સામાજિક કાર્ય કરવામાં આવી રહ્યા છે મહાપુરુષોની પ્રતિમાઓ ની સાફ-સફાઈ ધાર્મિક સ્થાન મંદિરોની સફાઈ, વૃક્ષારોપણ કોઈ જરૂરિયાત પરિવારને દવાઓની સુવિધા કોઈ વિધવા માતાઓ હોય તેઓને સરકારી યોજના હેઠળ પેન્શન ચાલુ કરાવી દેવા અનાથ દીકરીઓને સ્કૂલની ફી ભરી દેવી અને કુદરતી આફતમાં જનસેવા જેવા કાર્યો કરવામાં આવ્યા છે અને એના માટે સ્થાનિક લોકો પાસેથી પણ તન મન ધનથી ખૂબ સારો એવો સહયોગ મળતો રહ્યો છે અને દાતાઓ ના સહયોગથી ગ્રુપ ના યુવાનો ગરીબ પરિવારોમાં પણ જરૂરિયાતના કામો કરી રહ્યા છે અને કરી શકે છે.
માં આશાપુરા યુવા ગ્રુપ ના સ્વયંસેવકો દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી નગરજનો માટે દરેક સેવાકીય પ્રવૃત્તિઓ માં માં આશાપુરા યુવા ગ્રુપ ના સ્વયંસેવકો દિવસ રાત જોયા વગર કામ કરી રહ્યા છે જેમની સેવાઓ ને દરેક સમાજના લોકો બિરદાવી રહ્યા છે.
Post a Comment