રાપર તાલુકા ના ગાગોદર ગામે પોલીસ દ્વારા ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમ યોજાયો

 રાપર તાલુકા ના ગાગોદર ગામે પોલીસ દ્વારા ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમ યોજાયો 

રાપર નેશનલ હાઈવે પર આવેલા ગાગોદર પોલીસ દ્વારા આસપાસ ના ગામડામાં બેઠક યોજી સમસ્યા જાણવાની સાથે જાગૃતિ લાવવાનો નવતર પ્રયોગ ગાગોદર પોલીસ દ્વારા ‘ત્રણ વાત તમારી, ત્રણ અમારી' કાર્યક્રમ યોજાયો લોકો એરજૂ કરેલી ત્રણ સમસ્યા-રજૂઆત મુદ્દે નિરાકરણની ખાતરી અપાઈ

ગાગોદર પોલીસ મથક દ્વારા ગાગોદર વિસ્તારના લોકોને સુરક્ષા સાથે સલામતી મળી રહે તેવા ઉદ્દેશ સાથે ગાગોદર ગામના સ્થાનિક  લોકોની સાથે ત્રણ વાત તમારી, ત્રણ અમારી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પોલીસની આ પહેલને સ્થાનિક લોકોએ હર્ષભેર વધાવી લીધી હતી.

 પોલીસ તંત્ર દ્વારા ઉચ્ચ અધિકારીઓની યોજાયેલી બેઠકમાં તૈયાર કરવામાં આવેલા ગામજનોની દરેક સમસ્યાઓના નિરાકરણ માટેની ત્રણ વાત તમારી, ત્રણ અમારી યોજનાને અમલી બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ અંગે બોર્ડર રેન્જ આઈજી જે.આર.મોથલીયા અને પૂર્વ કચ્છના પોલીસ અધીક્ષક સાગર બાગમારની સૂચનાથી  ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાબડા .રાપર સીપીઆઇ જે.બી બુબડીયા ના માર્ગદર્શન હેઠળ ગાગોદર પોલીસ મથક  પીએસઆઇ ડી.આર.ગઢવી તથા પોલીસ સ્ટાફ સાથે ગાગોદર ગામે સ્થાનિક દરેક જ્ઞાતિના આગેવાનો, હોદ્દેદારો અને વેપારીઓ અગ્રણીઓ સાથે એક બેઠક યોજાઈ હતી.

જ્ઞાતિના આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પોલીસે ગામજનો સમક્ષ ત્રણ વાત તમારી. ત્રણ અમારી કાર્યક્રમ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. ગ્રામજનો દ્વારા મંદિર સ્કૂલ તથા મુખ્ય બજારો મા અને અસામાજિક તત્વો સામે પગલાં લેવા તેમજ ખેતીના પાકને કોઈ નુકસાન કે ભેલાણ ન કરે તે માટે સીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવું, ગામડાઓમાં નાઈટ દરમ્યાન ફરજ બજાવતા પોલીસ મહેકમ .ની સંખ્યામાં વધારો કરવા અને નાઈટમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં  પેટ્રોલિંગની ગાડી આવે તેવી ત્રણ વાતોની રજૂઆત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ગામજનો આ બેઠકમાં પોલીસ દ્વારા ગામલોકો દ્વારા રજૂ કરવામાં આવેલા ત્રણ મુદ્દાઓના નિરાકરણ લાવવાની પાટીદાર ..રાજપૂત જૈન ઓસવાળ કોળી, દલિત, ક્ષત્રિય,  મુસ્લિમ સહિતના તમામ ખાતરી આપવામાં આવી હતી. ગાગોદર પીએસઆઇ ગઢવી તથા પોલીસ સ્ટાફ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કટિબદ્ધ રહેશે એવી ખાતરી આપી હતી

0/Post a Comment/Comments

Stay Conneted

Domain