અંજારનાં સુપ્રસિદ્ધ કવ્યત્રી વર્ષાબેન ભટ્ટ "વૃંદા"નું પ્રથમ સહિયારું પુસ્તક "ભીતર ભીંજવે શબ્દ વર્ષા"નું ઓનલાઈન માધ્યમથી પુસ્તક વિમોચન કરવામાં આવ્યું

 અંજારનાં સુપ્રસિદ્ધ કવ્યત્રી વર્ષાબેન ભટ્ટ "વૃંદા"નું પ્રથમ સહિયારું પુસ્તક "ભીતર ભીંજવે શબ્દ વર્ષા"નું  ઓનલાઈન માધ્યમથી પુસ્તક વિમોચન કરવામાં આવ્યું

અંજારનાં સુપ્રસિદ્ધ કવ્યત્રી વર્ષાબેન ભટ્ટ "વૃંદા"નું પ્રથમ સહિયારું પુસ્તક "ભીતર ભીંજવે શબ્દ વર્ષા"નું તા - ૦૩-૦૯-૨૦૨૩નાં રવિવારનાં રોજ  ઓનલાઈન માધ્યમથી પુસ્તક વિમોચન કરવામાં આવ્યું. આ પુસ્તક વિમોચનમાં દેશ તેમજ વિદેશનાં સાહિત્ય પ્રેમીઓ તેમજ સાહિત્યકારો જોડાયા. કાર્યક્રમનો શુભારંભ વર્ષાભટ્ટ વૃંદા દ્વારા દીપ પ્રાગટ્ય તેમજ કીર્તિ પટેલ અને પૂર્વી પટેલ દ્વારા ગણેશ વંદના અને ગણેશ સ્તુતિથી કરવામાં આવી. ત્યારબાદ કવયિત્રી પૂજા ગઢવી "મંથના"એ પુસ્તકનો પરિચય કરાવ્યો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ ગોસ્વામી "ભાવુક" દ્વારા કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં વર્ષા ભટ્ટ "વૃંદા",ભરતભાઈ ગોસ્વામી,દિલીપ ધોળકિયા,"શ્યામ",પૂજાબેન ગઢવી,સતિષભાઈ સખીયા, ડૉ.રવજીભાઈ ગબાણી,કૌશલ મોદી "કુંજ",આરતી પરિતોષ જોષી,ગૌરી સાઠે,જિતેન આર.વૈષ્ણવ "સ્પર્શ",સેજલ હુંબલ,ઠક્કર હેતલબેન "હેતપંક",હેતલ ગોર "હેત",વિજય પરમાર ' વીર ',મિત્તલ મકવાણા મિ,જયશ્રીબેન પંડ્યા જયુ,મનીષ શાહ "ફાગણીયો",બીના પીઠડીયા,મનસુખભાઈ મકવાણા,આયુશી શુક્લ,ધર્મેશ શુક્લ "ધરમ",કીર્તિ પટેલ 'ઓજસ',અલ્પા શિંગાળા,રક્ષાચોટલિયાકાચા"ઘટા"રાજકોટ,અલ્પા મહેતા " અલ્પ,નિલમ ત્રિવેદી, ફાલ્ગુની રાઠોડ, દેવજીભાઈ રોહિત, દિવ્યા દેઢિયા’દિવ્ય’  સુનિતા મહાજન, ઉર્વી ભટ્ટ  બિંદિયા જાની, મણીલાલ શ્રીમાળી વિગેરે સાહિત્યકારો તેમજ સાહિત્ય પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની આભાર વિધિ વર્ષાબેન "વૃંદા" દ્વારા કરવામાં આવી હતી - રીપોર્ટ બાય - હિનલ જોષી અંજાર

0/Post a Comment/Comments

Stay Conneted

Domain