રાપર પોલીસ મથકે સીસીટીવી કેમેરા લગાવવા અંગે બેઠક યોજાઈ
રાજય ના ડીજીપી દ્વારા સમગ્ર રાજય ના શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે ના આદેશ અન્વયે સમગ્ર કચ્છ જિલ્લા મા ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટે ના પોલીસ તંત્ર ના દ્વારા હાથ ધરવામાં આવી છે તે અન્વયે બોર્ડર રેન્જ આઈજી જે.આર.મોથલીયા તથા પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમર ના માર્ગદર્શન હેઠળ અને ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાબડા ની સુચના થી રાપર પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે ગઢવી એ આજે રાપર પોલીસ મથકે રાપર ચેમ્બર ઓફ કોમર્સ તથા જુદા જુદા વેપારી એસોસીએશન સાથે એક બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું
![]() |
જેમાં રાપર શહેર તથા શહેર ના મુખ્ય માર્ગો તથા બહારી વિસ્તારમાં લોક ભાગીદારી તથા જુદા જુદા એસોસિયેશન ના સહયોગ થી સીસીટીવી કેમેરા લગાવવા માટે એક બેઠક બોલાવી હતી જેમાં શહેર ના તમામ મુખ્ય વેપારી સંગઠનો તથા પીએસઆઇ જી.બી.માજીરાણા મહેશ પટેલ ભાવુભા સોઢા કમલેશ ચાવડા મુકેશ સિંહ રાઠોડ ચંદનભાઈ પુરબીયા પ્રવિણ ચૌધરી મુકેશ ઠાકોર મનહર ચૌધરી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા
Post a Comment