“વ્યાજ વટાવની ગેરકાયદેસર પ્રવૃતિ કરનાર વિરૂધ્ધ નાણા ધીરધાર અધીનિયમ (૨૦૧૧) હેઠળ કાર્યવાહી કરતી પૂર્વ-કચ્છ ગાંધીધામ પોલીસ

 “વ્યાજ વટાવની ગેરકાયદેસર પ્રવૃતિ કરનાર વિરૂધ્ધ નાણા ધીરધાર અધીનિયમ (૨૦૧૧) હેઠળ કાર્યવાહી કરતી પૂર્વ-કચ્છ ગાંધીધામ પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ-કચ્છ જે.આર.મોથલીયા નાઓની સુચનાથી અગેના પૂર્વ-કચ્છ ગાંધીધામ જીલ્લામાં પોલીસ અધિક્ષક  સાગર બાગમા૨ની આગેવાનીમાં “ગેરકાયદેસર નાણા ધીરધાર અધીનિયમ (૨૦૧૧)” હેઠળ લાયસન્સ વગર નાણાનો ધિરાણ કરી ઉંચા દરે વ્યાજ વસુલ કરી વ્યાજવટાવની પ્રવૃત્તિ કરનાર વિરૂધ્ધ છેલ્લા ૦૯ દિવસમાં કડક કાર્યવાહી કરી અત્રેના જીલ્લાના નીચે જણાવેલ પોલીસ સ્ટેશનમાં ગુન્હા દાખલ કરી કિ.રૂ. ૭,૬૬,૪૦૦/- ગેરકાયદેસર વ્યાજની રકમની માંગણી કરનાર આરોપીઓ વિરૂધ્ધ કાયદેસ૨ની કાર્યવાહી કરી ફરીયાદીને ન્યાય અપાવવા માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

દાખલ કરવામાં આવેલ ગુનાઓ - ભચાઉ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૯૯૩૦૦૪૨૩૦૬૮૬/૨૩ ગુજરાત નાણા ધીરધાર અધિનીયમ ૨૦૧૧ ની કલમ ૩૩,૪૨(5) મુજબ.

» ભચાઉ પો.સ્ટે ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૪૨૩૦૬૯૦/૨૩ ગુજરાત નાણા ધીરધાર અધિનીયમ ૨૦૧૧ની કલમ ૩૩,૪૦,૪૨ મુજબ.

- અંજાર પો.સ્ટે. ગુ.ર.નં૧૧૯૯૩૦૦૩૨૩૧૦૪૭/૨૩ ગુજરાત નાણા ધી૨ધા૨ અધિનીયમ

૨૦૧૧ ની કલમ ૪૨(એ)(ડી)(ઈ) તથા ૪૭ મુજબ.

અત્રેના જીલ્લા ખાતે નાણાધીરધાર અધીનીયમ (૨૦૧૧) હેઠળ કોઇ ગેરકાયદેસર પ્રવૃતિ ચલાવતા હોય તેવા આરોપીઓ વિરૂધ્ધ ભોગબનનાર વિના સંકોચે પોલીસનો સંપર્ક કરી ફરીયાદ કરવા આહવાન કરવામાં આવે છે.

સદર દાખલ થયેલ ગુના । કામેના આરોપીઓ:- (૧) રીયાબેન ઈશ્ર્વરભાઇ ગુસાઈ રહે.અંજાર (૨) સંજયસિંહ જાડેજા રહે. ભચાઉ (3) કાનજીભાઈ ધીરજલાલ ડોડીયા ઉ.વ.૩૭ રહે.ભચાઉ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain