કચ્છ ના ગાંધીધામ માં હવે ફૂટી નીકળેલા જમીન દલાલ એ એક ઈશ્મ પાસેથી કૉટ માં સમાધાન ના બહાને ૩ લાખ લીધા ને વિશ્ર્વાસઘાત કરતા નોંધાઇ ફરીયાદ
ગાંધીધામના યુવાનના રહેણાકના પ્લોટ અંગેના કોર્ટ કેસમાં સમાધાન કરવાના બહાને રૂ.૩ લાખ લીધા પછી કોર્ટ કેસ પાછો નહી ખેંચી તેમજ રૂપિયા પરત નહીં આપી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાઈ મળતી માહિતી મુજબ ગાંધીધામના સપના નગરમાં રહેતા અને ડ્રાઈવિંગનો ધંધો કરતા માયાભાઈ વેલજીભાઈ મહેશ્વરી નામના ૪૫ વર્ષના યુવાનના રહેણાકનો પ્લોટ અંજારવાળા જીલુબેન સદીકભાઈ નોરિયાના નામે છે. જે પ્લોટ ૨૦૦૫ની સાલથી કબજામાં છે અને આ પ્લોટ બાબતે વિમલ મોતીલાલ સોનીએ વર્ષ ૨૦૧૭માં માયાભાઈ તથા મોરીબેન જીલુબેન સિદિક તથા હીરાભાઈ વેલજીભાઈ પાતારિયા અને ગરવા હરશીભાઈ દેવરાજ એમ પાંચ સામે ગાંધીધામ કોર્ટમાં દિવાની દાવો કરેલ હતો દરમ્યાન ભુજના માધાપરમાં રહેતા વિમલ મોતીલાલ સોનીએ સને. ૨૦૧૯માં આ કેસમાં સમાધાન કરવું છે
જો તમે રૂ.૩ લાખની રોકડ આપશો તો કોર્ટમાંથી કેસ પરત ખેંચી લઈશ તેવી વાત કરી હતી. જેથી ગત તા.૨૪/૧૨/૧૯ના રોજ વકીલ આર.એલ.ગઢવીની ઓફિસમાં મળ્યા હતા અને આ અંગે નોટરી સહિતની કાર્યવાહી પૂરી કરી હતી. ત્યારપછી ગત તારીખ ૨૩/૧/૨૦ના પક્ષકારોની રૂબરૂમાં રૂ.૩ લાખની રોકડ આપી હતી. ત્યાર પછી આટલા સમય સુધીમાં વિમલ સોનીએ કોર્ટનો કેસ પરત ના ખેંચી તેમજ રૂપિયા પરત આપવામા ના આવ્યા વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવતા આગળની કાર્યવાહી પી.આઈ.સી.ટી.દેસાઈએ હાથ ધરી છે - રીપોર્ટ બાય - મહેશ રાજગોર ભચાઉ
Post a Comment