(મળી આવેલ મહીલાને પરત સોપતી ગાંધીધામ રેલ્વે પોલીસ સ્ટેશન સી-ટીમ)
પરીક્ષીતા રાઠોડ સા. ઈન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક રેલ્વેઝ ગુજરાત રાજય અમદાવાદ તથા શ્રી બલરામ મીણા પોલીસ અધિક્ષક ૫.રે. અમદાવાદ તથા આઈ.એમ.કોંઢીયા વિભાગીય પોલીસ અધિકારી પ.રે.અમદાવાદ તથા શ્રી આર.આર.ચુડાસમાં પોલીસ સબ ઇન્સપેક્ટર ગાંધીધામ રેલ્વે પોલીસ સ્ટેશન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ મહિલા તથા બાળકો વિરુધ્ધના ગુનાઓના ના બને તે સારૂ સી-ટીમ ની રચના કરવામા આવેલ હોય
આજરોજ તા-૧૫/૦૯/૨૦૨૩ નારોજ ૧૯/૦૦ વાગ્યાના સુમારે સી- ટીમ કર્મચારીઓ જયેશભાઈ મનસુખભાઈ અનાર્મ પોલીસ કોન્સ.બ.નં.૭૭૭ તથા મહીલા આર્મ પો.કૌંસ કુસુમબેન શંકરભાઈ બ.ન- ૨૨૬૦ નાઓના સાથે ગાંધીધામ રેલવે સ્ટેશન ઉપર પેટ્રોલીંગ કરતા તે દરમ્યાન એક મહીલા ગભરાયેલ હાલતમા હોવાનુ ધ્યાને આવતા ઉપરોક્ત પોલીસ કર્મચારીઓએ તેઓની પુછપરછ કરતા તેણીએ ગભરાતા પોતાનુ નામ બામાઈ તમશોય d/૦ ચાંદી તમશોય જાતે- તમશોય,ઉ.વ- ૨૫ ધંધો- ઘરકામ, રહે- ગામ- ઇપીલસીંગી, માઝારી, પશ્ચીમ સીંગભુમ, ઝારખંડ વાળી હોવાનુ જણાવેલ તેની વધુ પુછપરછ કરતા તેણીએ પોતાના પતી નામે- પ્રતાપ સુંદુરાઈ જે વેલસ્પન કંપનીમા અંજાર ખાતે નોકરી કરે છે અને તેના પતી સાથે સામાન્ય બોલાચાલી થતા તે પોતાના ઘર અંજાર થી અહી ગાંધીધામ રેલ્વે સ્ટેશન આવી અને બેસેલ હોવાનુ જણાવતા હોય સી- ટીમના કર્મચારી જયેશભાઈ મનસુખભાઈ અનાર્મ પોલીસ કોન્સ.બ.નં.૭૭૭ નાઓએ ૧૮૧ મહીલા હેલ્પ લાઈન અભયમમાં જાણ કરતા મહીલા હેલ્પ લાઈન અભયમ ૧૮૧ નાઓની ટીમ અત્રેના ગાંધીધામ રેલ્વે પોલીસ સ્ટેશન આવતા આ મળી આવેલ મહીલાની ખાત્રી કરી વધુ પુછ-પરછ કરી તેના પતીનો સંપર્ક કરતા સદર મહીલાના પતી અત્રેના ગાંધીધામ રેલ્વે પોલીસ સ્ટેશન આવતા તેના પતી સાથે આ બાબતે વાત ચીત કરતા સદર મહીલાના પતી આ મહીલાને તેઓની સાથે લઈ જવા માંગતા હોય અને સદર મહીલા તેના પતી સાથે રાજીખુશી જવા માંગતા હોવાથી તેઓના નિવેદન તેમજ આધારપુરાવા મેળવી તેઓને આજરોજ ક.૨૧/૦૫ વાગ્યે અભયમ મહીલા સુરક્ષા ૧૮૧ ના મહીલા કાઉંસીલર નાઓની મદદથી સદર મહીલાને તેના પતીને સોપવામા આવેલ છે
આ અંગે ગાંધીધામ રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે સ્ટે.ડા.એ.નં.૧૬/૨૦૨૩ તા.૧૫/૦૯/૨૦૨૩ ક.૨૧/૦૫ વાગ્યે એન્ટ્રી કરવામા આવેલ છે.
કામગીરી કરનાર પોલીસ કર્મચારી(૧) જયેશભાઈ મનસુખભાઈ અનાર્મ પોલીસ કોન્સ.બ.નં.૭૭૭ (ર) મહીલા આર્મ પો.કૌંસ કુસુમબેન શંકરભાઈ બ.ન- ૨૨૬૦
Post a Comment