ભચાઉ તાલુકા માં આયુષમાન ભવ : અભિયાન નો શુભારંભ કરાયો.
આજ રોજ તા.૧૩ ના કેન્દ્ર કક્ષા એ થી આયુષમાન ભવ : અભિયાન નો વરચુઅલી શુભારંભ આદરણીય મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ જી ના હસ્તે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માડલીયા ની ઉપસ્થિતી માં કરાયો તે અંતર્ગત ભચાઉ તાલુકા કક્ષા નો કાર્યક્રમ તાલુકા હેલ્થ ઓફીસ ભચાઉ દ્રારા સી.એચ.સી ભચાઉ ખાતે આયુષ્માન: ભવ: ઉદઘાટન કાર્યકમ નું આયોજન કરવા માં આવ્યું જેમાં ગોપાલક વિકાસ નિગમ ના પૂર્વ ચેરમેન શ્રી અરજણભાઈ રબારી , ભચાઉ નગરપાલિકા ના માજી પ્રમુખ આઈ.જી.જાડેજા, નગર પાલિકા ના માજી કારોબારી ચેરમેન રાજેન્દ્રભાઇ ઠકકર , APMC ના પૂર્વ પ્રમુખ રઘુભા વાઘેલા, CHC અધિક્ષક ડો.કુમાર , જશાભા ગઢવી હાજર રહેલ કાર્યકમ ની શરૂઆત દીપ પ્રાગટ્ય થી કરવા માં આવેલ તથા કાર્યક્રમ વિશે તાલુકા હેલ્થ ઑફિસર ડો.નારાયણ સિગ દ્વારા માહિતી આપવામાં આવી.
ગોપાલક વિકાસ નિગમ ના પૂર્વ ચેરમેન શ્રી અરજણ ભાઈ રબારી એ પ્રાસંગિક વક્તવ્ય આપી માર્ગદર્શન આપેલ. નિક્ષય મિત્ર , હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર , પિયર એજ્યુકેટર નું સન્માન કરાયું તથા રાષ્ટ્રપતિ શ્રી નું લાઈવ આયુષમાન ભવ લોન્ચિંગ કાર્યક્રમ પ્રદર્શિત કરાયો. કાર્યક્રમ નું સંચાલન તાલુકા હેલ્થ સુપરવાઈઝર દિપકભાઈ દરજી એ કરેલ. કાર્યક્રમ ને સફળ બનાવવા તાલુકા હેલ્થ ઓફીસ અને સી.એચ.સી.ના સ્ટાફે જહેમત ઉઠાવેલ.
Post a Comment