રાપર તાલુકા ના હોદેદારો ની બિન હરીફ વરણી કરવામાં આવી
રાપર તાલુકા પંચાયત ના પ્રમુખ અને ઉપ પ્રમુખ તથા કારોબારી ચેરમેન અને શાસક પક્ષ નેતા ની મુદત પુર્ણ થતાં આગામી અઢી વર્ષ માટે પ્રમુખ તરીકે અનુસુચિત જાતિ ના મહિલા હોવાથી ગઈ કાલે રાપર તાલુકા વિકાસ અધિકારી સમક્ષ એક જ ફોર્મ કેસરબેન ગેલાભાઈ બગડા પ્રમુખ પદે અને ઉપ પ્રમુખ પદે ભાવેશ વાવીયા ના ફોર્મ ભર્યા હતા એક જ ફોર્મ આવેલા હોવાથી આજે રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે નિરિક્ષક તરીકે નાયબ ખેતી નિયામક પી.કે પટેલ તાલુકા વિકાસ અધિકારી કે.વી.મોઢેરા વિસ્તરણ અધિકારી કે.એમ ડામોર શિલાબેન બારીયા ની ઉપસ્થિત મા કોરમ ના અનુસંધાને નિરિક્ષક દ્વારા બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં પ્રમુખ તરીકે અનુસુચિત જાતિ મહિલા કેસરબેન ગેલાભાઈ બગડા ઉપ પ્રમુખ ભાવેશ પટેલ કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજા શાસક પક્ષ નેતા તરીકે મોહનભાઇ બારડ ની જાહેરાત કરવામાં આવી હતી
આજે વિધિવત જાહેરાત કરવામાં આવતાં વિદાયલેતા પ્રમુખ હમીરજી સોઢા ઉપ પ્રમુખ કાનજીભાઈ ગોહિલ નશા ભાઇ દૈયા ડોલરરાય ગોર વિનુભાઈ થાનકી કિશોર મહેશ્વરી હઠુભા સોઢા મેહુલ જોશી કૌશિક બગડા સહિત ના ભાજપ ના પદાધિકારીઓ તથા તાલુકા પંચાયત ના સદસ્યો તથા જુદા જુદા સંગઠનો ના હોદેદારો એ અભિનંદન પાઠવ્યા હતા આમ આજે વિધિવત રાપર તાલુકા પંચાયત ના પદાધિકારીઓ ની બિન હરીફ વરણી કરવામાં આવી હતી
Post a Comment