રાપર તાલુકા મા પૂર્વ કચ્છ જિલ્લા ટ્રાફિક શાખા નો સપાટો

 રાપર તાલુકા મા પૂર્વ કચ્છ જિલ્લા ટ્રાફિક શાખા નો સપાટો

પૂર્વ કચ્છ જિલ્લા ના વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર તાલુકામાં વાહન ચાલકો ટ્રાફિક ના નિયમો નો કોઈ અમલ ના કરતા હોવાથી અવારનવાર સ્થાનિક પોલીસ અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા કાયદાકીય શસ્ત્ર ઉગામે છે છતાં હમ નહીં સુઘરે ગે ના ..નો વાગડ વિસ્તારમાં કોઈ અમલ વાહન ચાલકો કરતા નથી ત્યારે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર ખાતે આજે બોર્ડર રેન્જ આઈજી જે.આર.મોથલીયા તથા પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમર ની સુચના થી પૂર્વ કચ્છ જિલ્લા ટ્રાફિક શાખા ના પીએસઆઇ બી.એસ ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ આજે રાપર શહેર ના ગુરુકુલ હાઇવે ..દેના બેંક ચોક પ્રાગપર ચોકડી ત્રંબૌ ત્રણ રસ્તા સલારી નાકા સહિત ના વિસ્તારમાં આજે ટ્રાફિક ઝુંબેશ હાથ ધરી હતી જેમાં વગર લાયસન્સ ..હેલમેટ ..કાળા કાચ સહિત ના નિયમો નો ભંગ કરતા હતા 

ત્યારે આજે ટ્રાફિક ઝુંબેશ દરમ્યાન એન.સી 52 ફટકારી ...રોકડ દંડ 23500/= કલમ 207  મુજબ 19 વાહનો ડીટેઇન કરવા મા આવ્યા હતા તદુપરાંત કાળા કાચ ધરાવતા વાહનો ના 29 ના કાળી ફિલ્મ દુર કરી હતી ટ્રાફિક ઝુંબેશ ની કાર્યવાહી દરમિયાન જિલ્લા ટ્રાફિક પીએસઆઇ બી.એસ ચૌહાણ એએસઆઇ લખમશીભાઈ ફોફલ એએસઆઇ પ્રવિણદાન ગઢવી પુષ્પાબેન દિયા ધર્મેન્દ્રસિંહ જાડેજા ઈશ્વરભાઈ રાજપૂત દાનાભાઈ નાઈ હિરાભાઈ રાજપૂત ઈશ્વરભાઈ સોલંકી નિતેશ વસાવા ટીઆરબી જોડાયા હતા

0/Post a Comment/Comments

Stay Conneted

Domain