આજરોજ વરસામેડી સી.આર.સી.કક્ષાનું બાળવૈજ્ઞાનિક પ્રદર્શન વરસામેડી કન્યા શાળા ખાતે યોજાયું.
જેમાં ૫ શાળાનાં કુલ ૩૬ બાળવૈજ્ઞાનિકોએ ૧૮ કૃતિ ૫ અલગ અલગ વિભાગમાં રજુ કરી હતી. કાર્યક્રમની શરૂઆત ગ્રુપ શાળાનાં આચાર્યશ્રી નારણભાઈ ડોડીયા,યજમાન શાળાનાં આચાર્યશ્રી જીતેન્દ્રભાઈ દરજી,નિર્ણાયકશ્રી નિર્મલસાગર પટેલ અને સી.આર.સી.કો.ઓર્ડીનેટરશ્રી મહેશ દેસાઈના હસ્તે દીપ પ્રાગટ્યથી થઈ. મંચસ્થ મહાનુભાવોએ પ્રાસંગિક ઉદ્દ્બોધન કર્યુ.ત્યારબાદ અલગ અલગ પાંચ વિભાગની કૃતિઓનું નિર્ણાયકશ્રીઓ દ્વારા મૂલ્યાંકન થયું.
જેમાંથી દરેક વિભાગની પ્રથમ એમ કુલ ૫ કૃતિઓ બી.આર.સી.કક્ષાએ પસંદગી પામી. જેમા વિભાગ ૧,૨ અને ૪ માં શ્રી વરસામેડી કન્યાશાળાના બાળવૈજ્ઞાનિકો આહીર ચાહત,રબારી સુરતી,રબારી કિરણ,રબારી જમુ,પરમાર દ્રષ્ટિ અને ખલીફા આતિકાબાનું માર્ગદર્શક શિક્ષકશ્રીઓ ઓઝા જહાનવીબેન અને શાહ ઋચાબેન સાથે,વિભાગ ૩ માં શ્રી વરસામેડી કુમારશાળાના બાળવૈજ્ઞાનિકો રબારી અરજણ અને મ્યાત્રા પાર્થ માર્ગદર્શક શિક્ષકશ્રી નિમીષાબેન સાથે તથા શ્રી અજાપર પ્રાથમિક શાળાનાં બાળવૈજ્ઞાનિકો રબારી રવજી અને રબારી હિતેશ માર્ગદર્શક શિક્ષકશ્રી હેતલબેન માકડીયા સાથે બી.આર.સી.કક્ષાએ સી.આર.સી.વરસામેડીનું પ્રતિનિધિત્વ કરશે. તમામ વિદ્યાર્થીઓને મોમેન્ટો, પ્રમાણપત્ર અને શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત કરાયા હતા. શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં હતી.આજુબાજુના ગામની શાળાનાં વિદ્યાર્થીઓ અને ગામલોકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને પ્રદર્શન નિહાળ્યું.આ સમગ્ર કાર્યક્રમમાં વરસામેડી કન્યાશાળાના સ્ટાફનો ખૂબ જ સારો સહકાર પ્રાપ્ત થયો હતો.માર્ગદર્શક શિક્ષકશ્રીઓ અને બાળવૈજ્ઞાનિકોની ખૂબ જ સારી મહેનત જોવા મળી.અંતે સી.આર.સી.કો.ઓ. મહેશ દેસાઈએ આ સમગ્ર કાર્યક્રમને ખૂબ જ સુંદર રીતે પૂર્ણ કરવા બદલ સૌનો આભાર વ્યકત કર્યો હતો.
Post a Comment