અદાણી પોર્ટ-મુંદ્રા ખાતે ગણેશોત્સવને ઈકો-ફ્રેન્ડલી બનાવવા પ્રોત્સાહન, પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ ભાવિ પ્રત્યે APSEZની પ્રતિબદ્ધતા

 અદાણી પોર્ટ-મુંદ્રા ખાતે ગણેશોત્સવને ઈકો-ફ્રેન્ડલી બનાવવા પ્રોત્સાહન, પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ ભાવિ પ્રત્યે APSEZની પ્રતિબદ્ધતા 

પર્યાવરણ સંરક્ષણ અંગે જનજાગૃતિના પ્રચાર-પ્રસારર્થે અદાણી પોર્ટ હંમેશા પ્રયત્નશીલ છે. તાજેતરમાં મુંદ્રા સ્થિત અદાણી પોર્ટ ખાતે ઈકો ફ્રેન્ડલી ગણપતિનું સ્થાપન અને પૂજન-અર્ચન કરવામાં આવ્યું. ફાયર-સેફ્ટીના સાધનોનો ઉપયોગ કરી પોર્ટની ટીમ દ્વારા ઈકો-ફ્રેન્ડલી ગણેશજીની મુર્તિ બનાવવામાં આવી છે. સકારાત્મક સર્જનાત્મકતાનો પરિચય આપતા સ્ટાફે બનાવેલી આ પ્રતિમા પણ જાણે પર્યાવરણના જતનનો સંદેશ આપે છે.  

પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખી APSEZ એ તહેવારોમાં થતું પ્રદૂષણ ઘટાડવા અનોખી પહેલ કરી છે. પોર્ટના પ્રવેશદ્વાર પર ઈકો-ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. ખાસ વાત તો એ છે કે તે અગ્નિશામક અને બચાવમાં ઉપયોગમાં લેવાતા સલામતી સાધનોથી બનાવવામાં આવી છે.  

ઈકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવામાં અગ્નિશામકમાં વપરાતા વિવિધ સાધનોને એન્જીન્યરીંગ ટ્રીકથી ફીટ કરવામાં આવ્યા છે. સક્શન એડપ્ટરના ઉપયોગથી ગણપતિનું મસ્તક, સક્શન હોસથી ધડ, કાન બનાવવા કોદાળી, પેટ બનાવવા માટે લાઇફબોય અને ડિલિવરી હોસ તેમજ ફાયર મેન એક્સ અને નોઝલનો અન્ય અંગો બનાવવા ઉપયોગ કરવામાં આવ્યો છે.

ભારતીય સંસ્કૃતિમાં સર્વત્ર વિધ્નહર્તા ગણેશજીને પ્રથમ પૂજ્ય માનવામાં આવે છે. ઈકો-ફ્રેન્ડલી મૂર્તિ બનાવીને APSEZ દ્વારા સમુદાયોને ઉત્સવોની ઉજવણીમાં પર્યાવરણનું જતન કરવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. લોકોને પર્યાવરણ સંરક્ષણ તેમજ પ્રદૂષણથી થતી હાનિકારક અસરો વિશે જાગૃત કરવા APSEZ દ્વારા અવારનવાર વિવિધ અભિયાનો અને વર્કશોપ્સનું આયોજન પણ કરવામાં આવે છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain