પાલનપુર-ડીસા હાઈ-વે પર વેપારી પાસેથી 6 કરોડની લૂંટ કરી ચોરો થયા ફરાર

પાલનપુર-ડીસા હાઈ-વે પર વેપારી પાસેથી 6 કરોડની લૂંટ કરી ચોરો થયા ફરાર

પાલનપુરના ચંડીસર પાસે અંદાજિત 6 કરોડના સોના ચાંદી અને હીરાની લૂંટ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. અંદાજે આઠ કિલો સોનુ, હીરા તેમજ ચાંદીની લૂંટ કરાઈ છે.

 અમદાવાદની ઋષભ જ્વેલર્સના સોના ચાંદીના દાગીના લઇ ડીસાથી પાલનપુર તરફ આવી રહેલા ઋષભ જ્વેલર્સના 3 કર્મચારીઓની ગાડીને આંતરિ તેમની કારમા જ બેસી 5 લૂંટારાઓએ તેમને અલગ અલગ જગ્યાએ ફેરવી તેમની કારમાંથી કરોડો રૂપિયાના સોના ચાંદી સહીત દાગીના લઇ ફરાર થઇ ગયા હતા.

સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા બનાસકાંઠા એલસીબી સહિત પોલીસ દોડતી થઈ અને અલગ અલગ ટીમો બનાવી ઠેર ઠેર નાકાબંધી કરી લૂંટારાઓને ઝડપી પાડવા પોલીસએ ચક્રોગતીમાન કર્યા છે. જોકે આ સમગ્ર ઘટનામાં લૂંટાયેલા સોના ચાંદીના દાગીના અમદાવાદના સીજી રોડ પર આવેલી ઋષભ જ્વેલર્સના હોવાનું સામે આવતા રૂષભ જ્વેલર્સના સંચાલકો પણ દોડતા થયા છે.

પોલીસે અત્યારે તો સોના ચાંદીના દાગીના લઈ ડીસાથી નીકળેલા રૂષભ જ્વેલર્સના ત્રણે કર્મીઓની સઘન પૂછપરછ હાથ ધરી છે. જોકે પોલીસ તપાસ બાદ જ આ લૂંટ કોને અને કેવી રીતે કરી તે સામે આવશે અથવા તો ખુદ કર્મચારીઓ જ આ લૂંટમાં સામેલ છે કે કેમ તે પણ બહાર આવશે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain